Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

રેપ પીડિત મહિલાએ અન્ય વ્યક્તિ સાથે પણ સ્વૈચ્છિક રીતે સેક્સ માણ્યું હતું : આરોપીએ કરેલી દલીલ બોમ્બે હાઈકોર્ટ ખંડપીઠે ફગાવી : બળાત્કાર કેસની સુનાવણીમાં આવો આક્ષેપ ગૌણ ગણાય

મુંબઈ : મહાદુ દગડુ શિંદે વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચમાં ચાલી રહેલા બળાત્કાર કેસ અંતર્ગત આરોપીના વકીલે દલીલ કરી હતી કે ફરિયાદી મહિલા અવાર નવાર અન્ય વ્યક્તિઓ સાથે સેક્સ કરવા ટેવાયેલી છે. તેણે સ્વૈચ્છિક રીતે એક કરતા વધુ વ્યક્તિઓ સાથે સેક્સ માણ્યું છે. ફરિયાદી મહિલાને તેના પતિએ ત્યજી દીધા પછી અન્ય વ્યક્તિઓ સાથે જાતીય સમાગમકરવાની તેને ટેવ પડી ગઈ છે.

જેના જવાબમાં નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે બળાત્કાર કેસની સુનાવણીમાં આવો આક્ષેપ ગૌણ છે.મહિલા સ્વૈચ્છિક રીતે અન્ય વ્યક્તિઓ સાથે શારીરિક સહવાસ માણતી હોય તેથી તેના ઉપર બળાત્કાર કરી શકાય નહીં.

જસ્ટિસ રવીન્દ્ર વી ઘુગે અને બી.યુ.દેબદ્વારેની ખંડપીઠે ડોકટરના નિવેદનને ધ્યાનમાં લેવાની ના પાડી હતી .તથા જણાવ્યું હતું કે જો ફરિયાદીએ કોઈ પણ વ્યક્તિ સાથે  જાતીય સમાગમનો  વિરોધ કર્યો હોય, તો તેનો આ  ઇનકાર પુરુષને  ઈચ્છા વિરુદ્ધ આ પ્રકારના સમાગમને  કલમ 376 હેઠળ શિક્ષાપાત્ર ગુનો બનાવશે.

નામદાર કોર્ટએ એડીશ્નલ સેશન જજના ચુકાદા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.જેમાં મહિલા માટે અપમાનજનક શબ્દો વપરાયા  હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)