Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

પૂર્વ મુખ્ય ચૂંટણી આયુકત કુરેશી બોલ્યા પક્ષપલટો કરવાવાળા ધારાસભ્યોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાગે

નવી દિલ્હીઃ  મધ્યપ્રદેશમાં કોંગ્રેસના રર ધારાસભ્યોના રાજીનામાની ઘોષણાથી કમલનાથ સરકાર ખતરામાં આવી ગઇ છે. આ સ્થિતિઓમા પક્ષપલટો કાનુન એક વખત ફરી ચર્ચામા આવ્યો  છે. ધારાસભ્યો અને સાંસદોના પક્ષપલટા  પર પ્રતિબંધ અને આ કાનુનને નિષ્પ્રભાવી કરવા માટે રાજનીતિક દળોએ હવે રાજીનામાનો રસ્તો શોધી લીધો છે. હાલમાં જ કર્ણાટક આનુ ઉદાહરણ બન્યું છે.  હવે મધ્યપ્રદેશમાં આજ થઇ રહ્યું છે પુર્વ મુખ્ય ચંૂંટણી આયુકત એસવાઇ કુરેશીએ  કહ્યું છે કે  કાનુનને પ્રભાવી બનાવવા માટે  હવે આમા પક્ષપલ્ટો કરવાવાળા ધારાસભ્યો - સાંસદોને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર રોકનુ પ્રાવધાન પણ જોડવું જોઇએ.

કુરેશીએ કહ્યું મતદાતાને મહસુસ થાય છે કે  એની સાથે ધોખાબાજી થઇ છે એમનો ચૂંટેલો ઉમેદવાર પોતાના ફાયદા માટે પક્ષપલટા કરી રહ્યો છે. આનાથી લોકતંત્ર કમજોર થાય છેે. મધ્યપ્રદેશનુ ઉદાહરણ આપતા કુરેશીએ કહ્યું કે ત્યાં પણ લોકોએ કોંગ્રેસથી સરકાર બનાવવા માટે મત આપ્યા હતા પણ હવે પૈસાના બળ પર અન્ય પાર્ટી સરકાર બનાવવાની કોશિષ કરી રહી છે. આ સમય ધન ભારતના લોકતંત્રને ચલાવી રહ્યું છે.

પક્ષપલ્ટો કાનૂન સને. ૧૯૮પ મા પ્રભાવમા આવ્યો હતો આનો ઉદેશ્ય મંત્રી પદ અથવા અનય લાભ આપી પક્ષપલ્ટો કરાવવાની  પરંપરા પર રોક લગાવવાનો હતો.  કાનૂન અનુસાર  કોઇ પાર્ટીના એક તૃતિયાંશ ધારાસભ્ય અથવા સાંસદ એક થઇ પક્ષપલ્ટો કરી શકે છે. સામુહિક રાજીનામા આપી સરકાર તોડવામા આવે છે.

(11:44 pm IST)