Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

પાકિસ્‍તાન એરફોર્સનું F-16 વિમાન ઇસ્‍લામાબાદની પાસે શકરપારિયાંમાં ક્રેસ થતા પાયલોટનું મોતઃ લડાકુ વિમાનના રિહર્સલ વખતે દુર્ઘટના

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન એરફોર્સનું એક  F-16 વિમાન ઇસ્લામાબાદની પાસે શકરપારિયાંમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. 23 માર્ચે યોજાનારી પાકિસ્તાન ડેની પરેડ માટે આ લડાકુ વિમાન રિહર્સલ કરી રહ્યું હતું. દુર્ઘટનામાં વિમાનના પાયલોટનું મોત થઈ ગયું છે. વિમાન દુર્ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

હજુ તે જાણકારી મળી નથી કે લડાકુ વિમાન કઈ પરિસ્થિતિઓમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ઘટનાની તપાસ માટે એક બોર્ડ ઓફ ઇન્ક્વાયરી બનાવવામાં આવી છે. એફ-16 વિમાન અમેરિકામાં બનેલું છે. અમેરિકાએ એક સમજુતી હેઠળ પાકિસ્તાનને આ વિમાન સોંપ્યા હતા.

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે લડાકુ વિમાન ઉડાવી રહેલા વિંગ કમાન્ડર નૌમાન અકરમનું આ દુર્ઘટનામાં મોત થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના ઘણા વીડિયો ફુટેજ વાયરલ થઈ રહ્યાં છે. તેમાં લડાકુ વિમાનને ક્રેશ થતું જોઈ શકાય છે. જાણવા મળ્યું કે વિમાન રાજધાનીના શકરપારિયાં વિસ્તારની નજીક જંગલમાં પડ્યું હતું. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. ક્રેશની જગ્યા પર ધુમાડા જોવા મળ્યા હતા.

(4:49 pm IST)