Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

હોલિવૂડના જાણીતા એક્ટર ટોમ હેક્સ અને તેના પત્ની રીટા વિલ્સન કોરોના વાયરસની લપેટમાં: ટ્વિટ કરીને માહિતી આપી

નવી દિલ્હી: દુનિયાભરમાં હાલ કોરોના વાયરસથી હાહાકાર મચ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ કહ્યું કે અત્યાર સુધી વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ નિમોનિયાના 1 લાખથી વધુ કેસની પુષ્ટિ થઇ ગઇ છે. ડબ્લ્યૂએચઓના રિપોર્ટ અનુસાર અત્યાર સુધી વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ નિમોનિયાના 1 લાખ 1 હજાર 9 સો 27 કેસની પુષ્ટિ કરવામાં આવી અને 3 હજાર 4 સો 86 લોકોના મોત થયા છે. તો બીજી તરફ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે હોલીવુડના જાણિતા એક્ટર ટોમ હેક્સ અને તેમની પત્ની રીટા વિલ્સન કોરોના વાયરસથી ગ્રસિત છે.

ટ્વિટર પર એક ટ્વિટ દ્વારા આપી જાણકારી

જી હાં, અને આ વાતની જાણાકરી તેમણે પોતે પોતાના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર એક ટ્વિટ દ્વારા આપી છે. ટોમે ટ્વિટ કરીને લખ્યું કે હું અને રીટા અત્યારે ઓસ્ટ્રેલિયામાં છીએ. અમે લોકો થોડો થાક અનુભવી રહ્યા હતા, એવું લાગી રહ્યું હતું કે જાણે શરદી થઇ ગઇ છે, જેના લીધે શરીરમાં દુખાવો થઇ રહ્યો હતો. થોડો તાવ પણ હતો. વસ્તુઓને ઠીક કરવા માટે અમે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે.

લોકોના સ્વાસ્થ્ય માટે અમને અલગ કરવામાં આવશે

ટોમે આગળ લખ્યું કે 'હવે અમે શું કરી શકીએ? ચિકિત્સા અધિકારીઓને પ્રોટોકોલનું અમારે પાલન કરવું જ પડશે. અમારો ટેસ્ટ કરવામાં આવશે અને લોકોના સ્વાસ્થ્ય માટે અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં અમને અલગ કરવામાં આવશે.

(4:47 pm IST)