Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

દલાલ સ્ટ્રીટ કે હલાલ સ્ટ્રીટ ? રોકાણકારો થઇ રહ્યા છે પાયમાલ

શેરબજારમાં તબાહી ૩૧૦૦થી વધુ ડાઉન ૧૧ લાખ કરોડ સ્વાહા

નીફટીએ ૧૦,૦૦૦ ની સપાટી તોડીઃ ર.૪૫ કલાકે ૯૩૦ પોઇન્ટ ડાઉન સાથે ૯૫૨૭: સેન્સેકસ ૩૧૩૬ પોઇન્ટ ડાઉન સાથે ૩૨૫૬૧: મીડકેપ ઇન્ડેક્ષ ૩૮ મહિનાના તળિયેઃ મીડકેપ-સ્મોલકેપ ૯-૯ ટકા તૂટયાઃ તમામ સેકટરના શેર્સ બાવન સપ્તાહના તળીયેઃ ઇન્વેસ્ટરોમાં ગભરાટઃ ડોલર સામે રૂપિયો ૭૪.૧૪

મુંબઇ, તા., ૧ર : WHO એ કોરોના વાયરસને મહામારી જાહેર કરવાના પગલે ગઇકાલે અમેરિકી બજારોમાં ગાબડા પડયા બાદ આજે વિશ્વના શેરબજારોમાં બોકાસો બોલી ગયો છે. મુંબઇ શેરબજાર પણ બરફની જેમ ઓગળી રહ્યું છે. આજે  ઇન્ટ્રા-ડે સેન્સેકસ ૩૧૦૦ થી વધુ પોઇન્ટનો સેન્સેકસમાં કડાકો બોલી ગયો છે તો નીફટી પણ  ૧૦,૦૦૦ ની અંદર ચાલી ગઇ છે. જે રીતે  બજાર તુટે છે તે જોતા એવી ચર્ચા છે કે આ દલાલ સ્ટ્રીટ છે કે હલાલ સ્ટ્રીટ.  રોકાણકારો નાણા એકધારા ઓગળી રહ્યા છે તમામ સેકટરના શેર ૧૦ ટકા જેટલા તુટયા છે. મીડકેપ ઇન્ડેક્ષ ૩૮ મહિનાના તળીયે પહોંચી ગયો છે. આજે સ્મોલકેપ અને મીડકેપ  ૯-૯ ટકા તુટયા છે. તમામ સેકટરના શેર પર સપ્તાહના તળીયે પહોંચી ગયા છે.

બપોરે ર.૪૫ વાગ્યે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૩૧૩૬ પોઇન્ટ ઘટીને ૩૨૫૬૧ અને નીફટી ૯૩૦  પોઇન્ટ ઘટીને ૯૫૨૭ ઉપર ટ્રેડ કરી રહેલ છે. ડોલર સામે રૂપિયો ૭૪.૧૪ ઉપર છે. બેંક નીફટી ૧૭ માસના તળીયે છે. આજે ઇન્ટ્રા ડે સેન્સેકસ ર૭૦૭  ડાઉન થયો હતો અને સેન્સેકસ ૩ર૯૯૦ ઉપર પહોંચ્યો હતો.  બેંક નીફટી ૧૦ ટકા તૂટી હોવાનું જાણવા મળે છે.

આજે ઓએનજીસી ૬પ, હિરો ૧૮પ૬,  એકસીસ બેંક પપ૮, એસબીઆઇ ર૧૯, આઇટીસી ૧પ૩, અદાણી ટ્રાન્સ. ૧૬૩, સેન્ટ્રમ ૧ર.૯પ, જીએચસીએલ ૧૦૯, ઇન્ટલેકટ ૭૭, એફ રીટેલ ર૧૩, લેમન ટ્રી ૩૬, અદાણી પાવર ૩ર, ઇન્ડીયા બુલ્સ ૧પ૪, ગ્લેન ફાર્મા ર૦૩, ટાટા પાવર ૪૦,  લક્ષ્મી વિલાસ ૧પ ઉપર ટ્રેડ કરે છે. આ ઉપરાંત રીલાયન્સ પણ આજે તુટયો હતો. બેંક, ઓટો, ઇન્ફ્રા અને આઇટી શેરોમાં કડાકો બોલી ગયો હતો. રીલાયન્સ ૭ ટકા તુટયો છે.

આજે ઇતિહાસનો સૌથી મોટો કડાકો બોલી ગયો હતો.

આજે પણ માત્ર ૬૦ સેકન્ડમાં રોકાણકારોની સંપતિમાં ૧૧ લાખ કરોડનું ગાબડુ પડયુ હતું.

આર્થિક મંદીનો ડર તથા યસ બેંકના સંકટની નિરાશા પણ બજારમાં જોવા મળી રહી છે.

(3:11 pm IST)