Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પ્રિયંકાનું પ્રથમ ઉદ્દબોધન : દિલની વાત કહી

તમારો મત એક હથિયાર છે : આ હથિયાર તમને મજબૂત બનાવશે

અડાલજ ખાતે કોંગ્રેસની જંગી રેલીને સંબોધતા શ્રીમતી પ્રિયંકા ગાંધીએ ખૂબ મક્કમતાપૂર્વક ભાષણ આપતા જણાવેલ કે હું પ્રથમ વખત ગુજરાત આવું છું, પ્રથમ વખત સાબરમતી આશ્રમ આવી છું : હું મારા દિલની વાત કહીશ : આજે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેનાથી દુઃખી છું : તમારો મત એક હથિયાર છે : તમારી જાગૃતતા એક હથિયાર છે : આ હથિયાર તમને મજબૂત બનાવશે : ખેડૂતોને બેરોજગારી અને યુવાનોને રોજગાર કેવી રીતે મળશે તે ચૂંટણીના મુખ્ય મુદ્દા છે : કોંગ્રેસે પ્રેમ અને સદ્દભાવનાનો અવાજ ઉઠાવ્યો છે : આ દેશ તમારો છે : આ આઝાદીની લડાઈથી ઓછું નથી : અડાલજમાં કોંગ્રેસની જંગી જનસંકલ્પ રેલી સમક્ષ પ્રિયંકાનું પ્રથમ જાહેર ભાષણ : પ્રિયંકાએ સીધો સવાલ પૂછેલ કે આ સરકારે રોજગારી આપવાનો વાયદો કરેલ તેનું શું થયું? મહિલાઓની સુરક્ષાનું શું થયું? સારા મુદ્દાઓ ઉઠાવો, સાચા સવાલો ઉઠાવો

(4:56 pm IST)