Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

રાહુલ ગાંધીઅે મસુદ અઝહરજી કહેતા ટીકાઓઃ યોગી આદિત્યનાથે કોંગ્રેસ સામે નિશાન ટાંક્યુ

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાની જવાબદારી લનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહરને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મસૂદ અઝહર ‘જી’ બોલો, જેને લઇ ટીકાઓ શરૂ થઇ ગઇ છે. રાહુલ ગાંધીનો આ વીડિયો મોદી સરકારની મંત્રી સ્મૃતિ ઇરાનીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. સ્મૃતિ ઇરાનીની પોસ્ટને રીટ્વિટ કરતા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

યોગી આદિત્યનાથે ટ્વિટ કર્યું છે, ‘રાહુલ ગાંધી તેટલું જ બોલે છે, જેટલું તેમને શીખવાડવામાં આવ્યું છે. જે લોકો આતંકવાદીઓને બિરયાની ખવડાવે છે, આજે તે સેનાના શૌર્યના પુરાવા માગી રહ્યાં છે.’

સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીની તુલના પાકિસ્તાનથી કરી છે. સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીનો વીડિયો ટ્વિટ કરી લખ્યું, રાહુલ ગાંધી અને પાકિસ્તાન વચ્ચે શું સમાનતા છે? તેમનો આતંકીઓ પ્રત્યે પ્રેમ, કૃપ્યા આતંકવાદી મસૂદ અઝહર માટે રાહુલ જીની શ્રદ્ધા પર ધ્યાન આપો.

એક અન્ય ટ્વિટ તેમણે ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ થયેલા વિવાદ પર કર્યું છે. વિવાદ ચૂંટણીની તારીખ અને રમજાન મહિનાને લઇને છે. સીએમ યોગીએ ટ્વિટ કર્યું છે કે મુસલમાન રમજાન ઉજવશે, તેમને રમજાન ઉજવવાથી કોણ રોકી રહ્યું છે. પર્વ અને તહેવાર તો ભારતની બંધારણીય પરંપરાનો ભાગ છે. ચૂંટણી પ્રચાર તમે દિવસ ભર કરી શકો છો. ચૂંટણીના દિવસે મતદાન કરી શકો છો. તેમાં ક્યાંથી પર્વ અને તહેવાર આડે આવે છે.

તમને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી વચ્ચે રમજાન આવતા લખનઉના મૌલાનાઓએ વાંધા દર્શાવતા કમિશનથી તારીખોમાં ફેરફાર કરવાની માગ કરી છે.

(4:48 pm IST)