Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

હમીદ તારાને એરપોર્ટ ઉપર રીસીવ કરવા કોઇ ન આવ્યું: ગુસ્સાથી આગબબુલા

કોંગ્રેસનું મિસ મેનેજમેન્ટઃ અપમાનનો ઘુંટડો પી ગયા

 અમદાવાદ,તા.૧૨,અમદાવાદ ખાતે ૫૮ વર્ષ બાદ મળી રહેલી કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા કમિટીના સભ્ય હમીદ તારા ગઇકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.પરંતુ કોંગ્રેસના મિસ-મેનેજમેન્ટના કારણે તેમને કોઈ રીસીવ કરવા ન પહોંચતા ગુસ્સાથી ધુઆપુઆ થઈ ગયા હતા.આમ છતાં તેમણે આ અંગે મીડીયા સમક્ષ કાંઈ પણ કહેવાનુ મુનાસીબ માન્યા વગર પોતાની બેગ ઉચકી ચાલતી પકડી હતી.

આ અંગે મળતી માહીતી અનુસાર,મુળ પીડીપી સાથે સંકળાયેલા હમીદ તારાએ વર્ષ-૨૦૧૭માં કોંગ્રેસમાં પ્રવેશ કર્યા બાદ તેમને વર્કીંગ કમિટીમાં સભ્ય બનાવવામાં આવ્યા હતા.  તેઓ ગઇકાલે  સોમવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.પરંતુ તેમને રીસીવ કરવા ગુજરાત કોંગ્રેસના એક પણ નેતા પહોંચ્યા ન હતા.બીજી તરફ એરપોર્ટથી હોટલ પહોંચવા માટે પણ કોઈ વ્યવસ્થા કરવામા આવી ન હોવાના કારણે તેમને જાતે ટેકસી કરી પહોંચવાની ફરજ પડતા ગુસ્સાથી ધુઆપુઆ થઈ ગયા હતા.આમ છતાં એરપોર્ટ પર હાજર એવા મીડીયા સમક્ષ ઉભરો ઠાલવવાના બદલે તેઓએ ચાલતી પકડી હતી.

(3:19 pm IST)