Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન આપવા જતા અમિતાભ બચ્ચનને લોચા વાળ્યા :બીજી તસ્વીર ટ્વીટ કરી દીધી

નવી દિલ્હી:ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન આપવા જતા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને લોચા વાળ્યા હતા બચ્ચન ટ્વીટર પર ખૂબ એક્ટિવ રહે છે.અને ભારત માટે નોંધનીય કામ કરનારા લોકોને પ્રોત્સાહિત કરતા રહે છે.પરંતુ રવિવારે બિગ બી દ્વારા એક ભૂલ થઇ તેમણે રવિવારે (11 માર્ચ) ભારતીય મહિલા ક્રિકેટ ટીમની તસવીર સાથે એક ટ્વીટ કરી જેમાં તેમણે ટીમને જીત માટે શુભેચ્છા પાઠવી.હતી તેમણે ઓસ્ટ્રેલિયા સામે જીત માટે મહિલા ટીમને શુભેચ્છા પાઠવી. જોકે, અમિતાભે ભારતીય મહિલાની જે તસવીર ટ્વીટ કરી તે સાઉથ આફ્રિકા સામે મળેલી જીત પછીની છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 5થી 24 ફેબ્રુઆરી સુધી રમાયેલી 3 વન-ડે અને 5 ટી20ની શ્રેણીઓમાં વિજય મેળવ્યા હતા. હજુ ભારતે ઓસ્ટ્રેલિયા સામે 12 માર્ચથી ત્રણ વન-ડેની સીરીઝ રમવાની છે.

  અમિતાભે પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઐતિહાસિક જીત મહિલા ટીમને શુભેચ્છા. ભારતીય ટીમે રમતના ત્રણેય સ્તર પર કમાલનું પ્રદર્શન કર્યું. ખાસ કરીને જેમિમા રૉડ્રિગ્ઝનો બાઉન્ડ્રી પરનો કમાલનો કેચ. અમને તમારા પર ગર્વ છે.’

(12:00 am IST)