Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

શેરબજારમાં તેજીનો માહોલઃ વર્ષમાં પ્રથમ વખત ૬૧૦ પોઇન્ટનો સૌથી મોટો ઉછાળો

મુંબઇઃ શેરબજારમાં તેજીનો માહોલ છે. વર્ષમાં પ્રથમ વખત ૬૧૦ પોઇન્‍ટનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે.

સેન્સેક્સ જ્યાં 610.80 અંક વધીને 33,917.94 અંક પર બંધ થયું. ત્યાં નિફ્ટી 194 અંક વધીને 10,421.40 પર બંધ થયું. માર્કેટને ભારતી એરટેલ, આઇટીસી, આઇઓસી જેવા હેવીવેટ્સનો સારો એવો સપોર્ટ મળ્યો.

તેવામાં સરકારી બેન્કોના સ્ટૉક્સમાં  ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો અને નિફ્ટી પીએસયૂ બેન્ક ઇન્ડેક્સ 19 મહિનાના સૌથી નીચલા સ્તર પર આવી ગયો છે. હાલ ઇન્ડેક્સ આશરે 3 ટકા ઘટીને 2,775 પર ટ્રેડ કરી રહ્યો છે. એસબીઆઇમાં 2 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ઇન્ડિયન બેન્ક, બેન્ક ઑફ બરોડા, પીએનબી, કેનેરા બેન્ક, સિન્ડિકેટ બેન્ક, અલ્હાબાદ બેન્ક, બેન્ક ઑફ ઇન્ડિયા, યૂનિયન બેન્ક, ઓરિયંટલ બેન્ક ઑફ ઇન્ડિયા, આઇડીબીઆઇ, આંધ્ર બેન્કમાં 2 ટકાથી 14 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

આ મોટા ઉછાળા પાછળ ફેબ્રુઆરીમાં ઑટો કંપનીઓના વેચાણના મજબૂત આંકડાઓને માનવામાં આવી રહ્યાં છે. તેવાં સરકારી બેન્કોના સ્ટૉક્સમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે અને નિફ્ટી પીએસયૂ બેન્ક ઇન્ડેક્સ 19 મહિનાના નીચલા સ્તર પર છે. સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં આવેલો ઉછાળો પાછલા 2 વર્ષમાં આવેલો સૌથી વધુ દૈનિક ઉછાળો છે. માર્ચ 2016 બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ક્યારેય એક દિવસમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો નથી. અફએમસીજી, મેટલ, પ્રાઇવેટ બેન્કિંગ,ઑટો, આઇટી,ફાર્મા, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ અને પાવર શેરમાં ધૂમ ખરીદી જોવા મળી. દેશણાં ઑટો કંપનીઓના સંગઠન સિયામો આજે ફેબ્રુઆરીના વેચાણનાં અંકો જાહેર કર્યા છે જે અનુસાર ફેબ્રુઆરી દરમિયાન દેશમાં ગાડીઓના વેચાણમાં 22.77 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ગાડીઓના વેચાણમાં 31 ટકાનો વધારો નોંધાયો છે. તેવામાં ભારતી એરટેલે બૉન્ડના માધ્યમ દ્વારા 1 અબજ ડૉલર એટલે કે 6500 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજનાને અંતિમ ઓપ આપ્યો છે. તેથી તેના શેર 4 ટકા ઉછળીને 421.70 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયાં છે.

(7:09 pm IST)