Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ગુજરાતના સમાચારો ઉડતી નજરે

  1. પંચમહાલના હાલોલ-શિવરાજપુર હાઇવે ઉપરના જનગાળામાં દારૂની મહેફિલ માણતા 15 ખાનદાની નબીરા ઝડપાયા છે તમામને પાવાગઢ પોલીસ સ્ટેશને લઇ ગયા છે
  2. અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટના આરોપી સુભાન તૌફિકને ચુસ્ત બંદોબસ્ત હેઠળ ભરૂચ લઇ જવાયો :20 બૉમ્બ બ્લાસ્ટ થયા તે સમયે ભરૂચ રોકાયો હતો :તાત્કાલિક પોલીસ અમદાવાદ લઇ ગઈ
  3. ગાંધીધામમાં ચેકપોસ્ટ નજીક બંધ ટ્રેલર પાછળ કાર ઘુસી જતા ત્રણ કરૂણમોત :આદિપુરના બે વેપારી અને ડ્રાયવરનું મોત ;એક 10 વર્ષના બાળકનો બચાવ
  4. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં પાણીની આવક વધતા ડેમ છલોછલ :ઓવરફ્લોમાં એક ફૂટ બાકી
  5. જૂનાગઢના સુખનાથ ચોકમાં વોર્ડ ન,3ના પૂર્વ નગરસેવક સહિત 25 લોકોના ટોળાએ પોલીસ કોન્સ્ટેબલને ફડાકા ઝીક્યાં :ખૂનની કોશિશના ગુન્હામાં હદપારીના હુકમોનાં ભંગ બદલ ટપારતા ઉશ્કેરાયા :પૂર્વ કોર્પોરેટર ઇબ્રાહિમ કુરેશી સહિત 25ના તોલા વિરુદ્ધ ગુન્હો દાખલ
  6. રાજકોટમાં ઉપલેટાની એક મહિલાનું રાજકોટની હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજયાનું જાણવા મળે છે
  7. મોરબીના મચ્છુડેમમાં પાણીની બેફામ ચોરી થતી હોવાનું બહાર આવ્યું છે મચ્છુડેમમાં મોટરો મૂકીને પાણીના ટેન્કરો ભરીને બેફામ પાણીની ચોરી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે

 

(1:42 pm IST)