Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

પરિણીતા ઉપર બળાત્કાર મામલે જેલવાસ ભોગવી રહેલા આરોપીના જામીન મંજુર : પીડિતાના હાથ ઉપર આરોપીના નામનું ટેટ્ટુ દોરાયેલું હતું જે બંને વચ્ચેના પ્રેમ સંબંધોની ગવાહી સમાન ગણાય : દિલ્હી હાઇકોર્ટ

ન્યુદિલ્હી  :  પરિણીતા ઉપર બળાત્કાર મામલે જેલવાસ ભોગવી રહેલા આરોપી સંજય નામક વ્યક્તિના  જામીન દિલ્હી હાઇકોર્ટે મંજુર કર્યા છે.

2016 થી 2019 ની સાલ દરમિયાન એકબીજાના સહવાસમાં રહેલા આરોપી સંજય અને પરિણીતા વચ્ચે વાંધો પડતા પીડીતાએ 2020 ની સાલમાં બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.જેના અનુસંધાને આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી દેવાયો હતો.

ફરિયાદી મહિલાએ જણાવ્યા મુજબ આરોપીએ તેના નગ્ન ફોટા અને વિડિઓ વાઇરલ કરી દેવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધી ફરજીયાત શારીરિક સબંધ બાંધ્યો હતો.

આરોપીએ કરેલી જામીન અરજીમાં જણાવ્યા મુજબ ત્રણ વર્ષ સુધી સબંધ હોવા છતાં પીડીતાએ તેના પતિને જાણ કરી નહોતી.તેણે પોતાની સાથે સેલ્ફી પણ લીધી હતી.તેમજ હાથ ઉપર પોતાના નામનું ટેટ્ટુ પણ ચીતરાવ્યું હતું.

જેના અનુસંધાને પીડીતાએ જણાવ્યું હતું કે પોતે આરોપીના ઘરમાં બંધક હતી ત્યારે બળજબરીથી તેના હાથ ઉપર ટેટ્ટુ ચીતરવામાં આવ્યું હતું.પરંતુ નામદાર કોર્ટે જણાવ્યા મુજબ ટેટ્ટુ ફરજીયાત ચીતરી શકાય નહીં.જે એક જાતની કલા છે.જેમાં જે તે વ્યક્તિનો સહકાર જરૂરી છે.એટલુંજ નહીં જે મકાનમાં પીડિતાને બંધક બનાવાઈ હોવાનું જણાવાયું છે.તે મકાન પીડીતાએ જ ભાડે રાખ્યાનું જણાયું છે.

ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપીને 25 હજાર રૂપિયા તથા એક વ્યક્તિની જામીનગીરી સાથે જામીન ઉપર મુક્ત કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:18 pm IST)