Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ICICI બેન્કના પૂર્વ સી.ઈ.ઓ. ચંદા કોચરના જામીન મંજુર : મની લોન્ડરિંગ કેસ મામલે જેલવાસ ભોગવી રહેલા કોચરને દેશ નહીં છોડવાની શરતે 5 લાખના જામીન ઉપર મુક્ત કરતી મુંબઈ સેશન કોર્ટ

મુંબઈ : ICICI બેન્કના પૂર્વ સી.ઈ.ઓ.તથા મેનેજીંગ ડિરેક્ટર ચંદા કોચરના જામીન મંજુર કરાયા છે.મની લોન્ડરિંગ કેસ મામલે જેલવાસ ભોગવી રહેલા કોચરને મુંબઈ સેશન કોર્ટએ દેશ નહીં છોડવાની શરતે 5 લાખના જામીન ઉપર મુક્ત કર્યા છે. વીડિયોકોન ગ્રુપ કંપનીઓને  ધિરાણ આપવા બદલ મની લોન્ડરિંગ કેસ મામલે તથા હોદાનો દુરુપયોગ કરવા બદલ તેમની ધરપકડ કરાઈ હતી.આ ગ્રુપ કંપનીના ચેરમેન તથા સી.ઈ.ઓ.વી.એન.ધૂત સાથે તેમના પતિ દિપક કોચરને  સબંધો હતા તે બાબત છુપાવાઈ હતી.તથા લોન મંજુર થયા પછી 64 કરોડ રૂપિયા જેટલી રકમ તેમની કંપનીના ખાતામાં જમા કરાવાઈ હતી.

કોચરના વકીલે કરેલી દલીલ મુજબ તેઓ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને તપાસમાં પૂરતો સહકાર આપી રહ્યા છે.તેમજ PMLA એક્ટ મુજબ મહિલા ઉપર બિન જામીનપાત્ર ગુનો હોવા છતાં જામીન આપવાની જોગવાઈ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:49 pm IST)