Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

અફઘાનિસ્તાનથી છોડવામાં આવેલા રોકેટથી પાકિસ્તાનમાં બાળકનું મોત : સાત બાળક ઘાયલ

આતંકીઓ દ્વારા ચલાવવામાં આવેલા રોકેટમાં પાંચ વર્ષિય બાળકનું મોત

અફઘાનિસ્તાનથી આતંકીઓ દ્વારા ચલાવવામાં આવેલા રોકેટનો મામલો સામે આવ્યો છે. આતંકવાદીઓએ અફઘાનિસ્તાનથી પાકિસ્તાન તરફ રોકેટ ચલાવ્યું હતું, જેમાં એક બાળક પણ માર્યો ગયો હતો. આ ઉપરાંત આ ઘટનામાં ઘણા બાળકોને ઈજાઓ પહોંચી છે.

ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનથી આતંકીઓ દ્વારા ચલાવવામાં આવેલા રોકેટમાં એક પાંચ વર્ષિય બાળકનું મોત નીપજ્યું હતું અને સાત બાળકો ઘાયલ થયા હતા. સેનાને કહેવામાં આવ્યું હતું કે હુમલો બાજુર વિસ્તારમાં થયો હતો, જે એક સમયે તાલિબાનનો ગઢ હતો.

અત્રે ઉલેલ્ખનીય છે કે થોડા વર્ષો પહેલા સુધી બાજુર પાકિસ્તાની તાલિબાન અને અન્ય આતંકવાદી સંગઠનોનું ઠેકાણું હતું. સેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેણે અહીંથી આતંકવાદીઓને ખતમ કરી દીધા છે. આ હોવા છતાં, અહીંની સરહદ પર હુમલાઓ ચાલુ જ રહ્યા.

બીજી તરફ, કાબુલની પૂર્વમાં યુએન અધિકારીઓને લઈ જતા કાફલા સાથે પાંચ અફઘાનિસ્તાનના પોલીસ કર્મચારી અજાણ્યા હુમલાખોરોએ માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનમાં 'સંયુક્ત રાષ્ટ્ર સહાય અભિયાન' દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તે જ સમયે, કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

(7:48 pm IST)