Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

યોજનાઓ ગરીબોના લાભ માટે છે, કોઇ જમાઇ માટે નથી

રાજ્યસભામાં બજેટની ચર્ચા પર નાણાંમંત્રી નિર્મલા સીતીરમન નો જવાબ : જમાઇ અંગે ટિપ્પણ કરી તો કોંગ્રેસ દ્વારા હોબાળો થતાં નાણાંમંત્રી નિર્મલા સીતીરમન એ કહ્યું, જમાઇ શબ્દ પર કોંગ્રેસનો ટ્રેડમાર્ક નથી

નવી દિલ્હી, તા. ૧૨ : રાજ્યસભામાં શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રીએ બજેટ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો. દરમિયાન તેમણે વિપક્ષી દળો ઉપર ઘણા પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસને નિશાન બનાવીને ત્યાં સુધી કહ્યું કે સરકારી યોજનાઓ માત્ર ગરીબોના લાભ માટે છે, કોઇ જમાઇ માટે નથી. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર દરમિયાન વિપક્ષી પાર્ટીઓએ ખેડૂત આંદોલનને લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ત્યારે આજે બજેટ ઉપર થયેલી ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રીએ કહ્યું કે એક એવું બજટે છે જે સ્પષ્ટ રીતે અનુભવ, પ્રશાસનિક ક્ષમતાઓ અને તના જોખમને પણ દર્શાવે છે. રાજ્યસભામાં નાણામંત્રીએ સરકારની ઉપલબ્ધો પમ ગણાવી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી ૮૦ કરોડ લોકોને મફતમાં રાશન આપવામાં આવ્યું છે. તો કરોડ લોકોને મફતમાં રાંધણ ગેસ પણ આપ્યો છે. સિવાય ૪૦ કરોડ ખેડૂતો, મહિલાઓ, દિવ્યાંગો અનો ગરીબોને સીધી રોકડ રકમથી સહાય કરી છે.

નાણામંત્રીએ જ્યારે જમાઇ અંગે ટિપ્પણ કરી તો કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો. કોંગ્રેસના હોબાળા બાદ નિર્મલા સીતીરમને કહ્યું કે મને નથી લાગતું કે જમાઇ શબ્દ ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો કોઇ ટ્રેડમાર્ક હોય.

(7:33 pm IST)