Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કોણ દેશ ભક્ત છે અને કોણ નહીં એ પ્રજા જાણે છે : ભાજપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીના પ્રહાર પર ભાજપનો પલટવાર : ચીને ૩૮૦૦૦ વર્ગ મીટર જમીન હડપી ત્યારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા, કિશન રેડ્ડીએ ઈતિહાસ ટાંક્યો

નવી દિલ્હી, તા. ૧૨ : રાહુલ ગાંધીએ એલએસી પર ભારત અને ચીનના સૈનિકો પાછળ હટવાના મુદ્દે વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું છે, તેમણે વડાપ્રધાન ડરપોક હોવાની વાત કરી દીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ ભારતની જમીન ચીનને આપી છે હકીકત છે. મોદી તેનો જવાબ આપે. મોદીએ ચીન સામે માથું નમાવ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધીના આરોપોનો ભાજપે જવાબ આપીને મુદ્દામાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને વચ્ચે મુકી દીધા છે.

રાહુલ ગાંધીના આરોપો પર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે અંગે તેમણે જવાહરલાલ નહેરુને પૂછવું જોઈએ, જેમણે ભારતની જમીન ચીનને આપી દીધી. રેડ્ડીએ કહ્યું કે કોણ દેશ ભક્ત છે અને કોણ નહીં બધું પ્રજા જાણે છે. રાહુલ ગાંધીએ મુદ્દા પર વડાપ્રધાનને સંભળાવી દીધું પણ તેઓ ભૂલી ગયા કે ચીને જ્યારે ૩૮ હજાર વર્ગ મીટર જમીન હડપી લીધી હતી ત્યારે જવાહરલાલ નહેરુ ભારતના વડાપ્રધાન હતા. ચીનના કબજામાં ભારતની કેટલી જમીન છે અને ભારત-ચીન વચ્ચે અક્સાઈ ચીનને લઈને થયેલા વિવાદનો શું ઇતિહાસ છે?

ચીન સેનાના ગ્રાઉન્ડ રિપોર્ટ અંગે વાત કરીને રાજનાથસિંહે કહ્યું કે ૧૯૬૨ના સંઘર્ષમાં ચીને અનધિકૃત રીતે લદ્દાખની લગભગ ૩૮,૦૦૦ વર્ગ કિલોમીટર જમીન પર કબજો કર્યો હતો. સિવાય પાકિસ્તાને પણ અનધિકૃત રીતે પાક અધિકૃત કાશ્મીરમાં ભારતની ૫૧૮૦ વર્ગ કિલોમીટર જમીન ચીનને આપી દીધી છે. જમીન પાકિસ્તાને સરહદ સમજૂતી હેઠળ ચીનને સોંપી હતી. રીતે ચીને ૪૩,૦૦૦ વર્ગ કિલોમીટર કરતા વધારે ભારતની જમીન પર ખોટી રીતે કબજો કર્યો. ચીને પૂર્વ ક્ષેત્રમાં અરુણાચલ પ્રદેશમાં લગભગ ૯૦,૦૦૦ કિલોમીટર જમીનને પોતાની બનાવી છે. ભારતે ખોટી રીતે કબજાનો સ્વીકાર નથી કર્યો. ૧૯૬૨માં જ્યારે ચીને ભારતની ૩૮,૦૦૦ વર્ગ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો ત્યારે દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા.

ઓક્ટોબર ૧૯૫૭ અને ફેબ્રુઆરી ૧૯૫૮ વચ્ચે ચીનની સૈન્ય ટૂકડીની આંતરાષ્ટ્રીય સરહદ પાર કરવાની ખબરો હતી. વિસ્તારમાં ભારતીય સરહદની અંદરનો વિસ્તાર હતો. બધાની વચ્ચે ૨૮ ઓગસ્ટ ૧૯૫૯માં લોકસભામાં એક નિવેદન આપીને નહેરુએ કહ્યું કે પૂર્વ અને ઉત્તર-પૂર્વ લદ્દાખમાં મોટો વિસ્તાર કે જે વ્યવહારિક રીતે નિર્જન છે. પહાડો છે, અને અહીં વેલી પણ સામાન્ય રીતે ૧૩,૦૦૦ ફૂટ કરતા વધુ ઊંચાઈ પર છે. જગ્યાનો ઉપયોગ ગરમીઓના મહિનાઓમાં પશુઓને ચરાવવા માટે થયા છે. વિસ્તારમાં ભારતની કેટલીક પોલીસ ચોકીઓ છે.હાલની સ્થિતિ પ્રમાણે બન્ને દેશો પૂર્વ લદ્દાખમાં પેંગોગ વેલીના ઉત્તર અને દક્ષિણ ભાગ પર તૈનાત સૈનિકો અને યુદ્ધનો સરજોસામાનને ફેઝ પ્રમાણે દૂર કરશે. ચીન પોતાના સૈનિકોને ફિંગર ૮થી પાછળ કરશે અને ભારતીય સૈનિકો ફિંગર ૩થી હટીને પરમેનેન્ટ બેસ ધનસિંહ થાપા પોસ્ટ પર જશે. ફિંગર ૪થી ફિંગર સુધી નો મેન્સ લેન્ડ છે. પહેલા અહીં ભારત અને ચીન બન્ને દેશના સૈનિકો પેટ્રોલિંગ કરતા હતા. બન્ને દેશો પરંપરાગત સ્થાનો પર પેટ્રોલિંગ અસ્થાઈ રીતે સ્થગિત કરશે. પેટ્રોલિંગ ત્યારે શરુ કરાશે જ્યારે સેના અને રાજકીય સ્તર પર આગળ વાતચીત કરીને સમજૂતી કરાશે.

(7:31 pm IST)