Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

અર્જુન કપૂરે માનવતાની મહેક પ્રસરાવી : કેન્સર પીડિત 100 યુગલોની સારવારનો ખર્ચ ઉઠાવશે

અભિનેતાએ કહ્યું - કોવિડ રોગચાળાએ તેમને અન્ય લોકોને મદદ કરવાનું મહત્વ શીખવ્યું

મુંબઈ : બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર કેન્સરથી પીડિત આવા 100 યુગલોની મદદ માટે આગળ આવ્યા છે. તેઓ કહે છે કે કોવિડ રોગચાળાએ તેમને અન્ય લોકોને મદદ કરવાનું મહત્વ શીખવ્યું છે.

અર્જુન કપૂરે કહ્યું, "રોગચાળોએ આપણે બધાને એકબીજાને મદદ કરવા અને પ્રેમ ફેલાવવાનું મહત્ત્વ શીખવ્યું છે. અમારા પ્રિયજનોને ખાસ લાગે તે માટે અમે ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવા તૈયાર છીએ. પરંતુ આ ખાસ પ્રસંગે મેં કંઈક અલગ કરવાનું નક્કી કર્યું છે. “અર્જુનની માતા મોના શૌરીનું કેન્સરને કારણે અવસાન થયું હતું. તેઓ હવે કેન્સર દર્દીઓ સહાય માટે કેન્સર પેશન્ટ્સ એઈડ એસોસિએશન (CPAA) સાથે મળીને કામ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, ‘કેન્સર પેશન્ટ્સ એઈડ એસોસિએશન દ્વારા, હું આવા 100 કેન્સર જરૂરિયાતમંદ યુગલોને સપોર્ટ કરું છું. આનો અર્થ એ છે કે યુગલો જેમાં એક સાથી બીમારીથી પીડિત છે અને બીજો આ યુદ્ધ લડવાના દરેક પગલા પર તેમનો સાથ આપે છે. કેન્સર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને ગંભીર અસર કરે છે, જે કોરોના વાયરસને કારણે તેમના માટેનું જોખમ વધારે છે. પાછલુ વર્ષ આવા યુગલો માટે ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે તેઓ માત્ર સખત લડાઈ લડતા ન હતા, પરંતુ કોવિડના ગંભીર ભયને કારણે તેઓ તેમના ઘરોમાં બંધ હતા. તેમાંના ઘણા પાસે ખોરાક અને દવાઓ ખરીદવા માટે આવકનું સાધન પણ નહોતું.”

(6:42 pm IST)