Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કેટલાક બદમાશ લોકો જાફરની જેમ પાર્ટી છોડીને ભાજપમાં જતા રહ્યા છે અને ખૂબ શોર મચાવી રહ્યા છે હંબા-હંબા... શંબા-શંબા, કાંબા-કાંબા, તુંબા-તુંબા, બંબા-બંબાઃ મમતા બેનરજીનો સોશ્‍યલ મીડિયામાં વીડિયો વાયરલ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી છે તે પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનરજી ભાજપ વિરુદ્ધ ખુબ આક્રમક થઈ રહ્યા છે. તેમણે મંગળવારે ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયેલા નેતાઓની મજાક ઉડાવી. ત્યારબાદ તેમના ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેના ફની મીમ્સ બનવા લાગ્યા છે.

વાયરલ થયો હંબા હંબા, રંબા-રંબા, Video

મમતા બેનરજીએ મુર્શિદાબાદમાં રેલી સંબોધી હતી. આ રેલીમાં ભાજપ પર હુમલો કરતાની સાથે જ તેમણે પોતાના જૂના સાથીઓની પણ ખુબ મજાક ઉડાવી. તેમણે રેલીને સંબોધિત કરી ત્યારે ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓની સરખામણી મીર જાફર સાથે કરી. તેમણે કહ્યું કે 'મીર જાફરને સિરાજુદૌલાએ પોતાનો મુગટ આપીને દેશની રક્ષા કરવા માટે કહ્યું હતું, પરંતુ તે અંગ્રેજો સાથે ભળી ગયો અને ગદ્દારી કરી. કેટલાક બદમાશ લોકો જાફરની જેમ પાર્ટી છોડીને ભાજપમાં જતા રહ્યા છે અને ખુબ શોર મચાવી રહ્યા છે. હંબા-હંબા, રંબા-રંબા, કાંબા-કાંબા, તુંબા-તુંબા, બંબા-બંબા.'

કોણ હતો મીર જાફર?

અત્રે  જણાવવાનું કે મીર જાફર બંગાળના તત્કાલિન નવાબ સિરાજુદૌલાનો સેનાપતિ હતો. વર્ષ 1757માં પલાસીના યુદ્ધમાં મીર જાફર પોતાના નવાબને દગો કરીને અંગ્રેજો સાથે ભળી ગયો હતો. હવે મમતા બેનરજીએ પોતાના જૂના સાથીઓની સરખામણી મીર જાફર સાથે કરી અને દગો કરવાનો આરોપ લગાવ્યો છે.

સોશિયલ મીડિયા પર ફની મીમ્સ

મમતા બેનરજીના હંબા-હંબા, રંબા-રંબા, કાંબા-કાંબા વીડિયો પર સોશિયલ મીડિયામાં યૂઝર્સ મીમ્સ બનાવી રહ્યા છે. જે ખુબ વાયરલ થઈ રહ્યા છે.

18 નેતા ટીએમસી છોડી ચૂક્યા છે

અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને મોટો ફટકો પડ્ય છે. છેલ્લા એક વર્ષમાં 18 ધારાસભ્યો તથા એક સાંસદ ટીએમસી છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જેમાં મમતા બેનરજીના નીકટના સાથી શુભેન્દુ અધિકારી પણ સામેલ છે. જે હાલમાં જ ભાજપમાં જોડાયા છે.

(5:04 pm IST)