Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સીબીએસઇ દ્વારા ૧ એપ્રિલથી નવા શૈક્ષણીક સત્ર શરૂ કરવા ભલામણ

નવી દિલ્હી, તા.,૧રઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ) અંતર્ગત સ્કુલોમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિથી થયેલ નુકશાનને કારણે હવે વ્યવહારૂ પગલા લેવાશે. ૧ એપ્રિલથી જવા શૈક્ષણીક સત્ર શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડે કહયું છે કે ધો.૯ અને ધો.૧૧ની પરીક્ષાના આયોજનમાં કોરોનાથી બચવાના સાવચેતીના પગલા સુનિશ્ચિત કરવામાં આવશે. સીબીએસઇના સંયમ ભારદ્વાજે આ અંગે શાળાઓને પત્ર પાઠવ્યો છે.

શ્રી ભારદ્વાજે જણાવ્યું છે કે પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્યને થયેલ નુકશાની દુર કરવા શાળાઓએ જવા શૈક્ષણીક સત્રની નવા પગલા લેવામાં આવશે. ખાસ પ્રકારના પાઠય પુસ્તકોની મદદ લેવામાં આવશે. કોરોના સંક્રમણને કારણે ગત માર્ચ માસથી શાળાઓ બંધ રહી હતી. વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ કાર્ય કરતા હતા. રાજય સરકારની મંજુરી બાદ ૧-૪-ર૦ર૧-રરના શૈક્ષણીક સત્ર શરૂ કરવી જોઇએ.

(4:29 pm IST)