Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સુપ્રિમમાં જજોની અછત

ર૦૦૯ પછી સૌથી ઓછી સંખ્યાઃ ચીફ જસ્ટીસ પણ એપ્રિલમાં નિવૃત થાય છે..પાંચ જજો નિવૃતિના આરે

નવી દિલ્હી તા. ૧ર : ર૦૦૯માં સુપ્રીમ કોર્ટ જજોની મંજુર થયેલ સંખ્યા ૩૧ હતી જયારે અત્યારે તે ૩૦ છે અને તેમાંથી પણ પાંચ જજો ટુંક સમયમાં નિવૃત થવાના છે

સુપ્રિમ કોર્ટમાં જજ તરીકે છેલ્લે ર૯ સપ્ટેમ્બર, ર૦૧૯માં એટલે કે લગભગ દોઢ વર્ષ પહેલા ઋષીકેશ રોયને નિમણુંક અપાઇ હતી એટલે છેલ્લા દોઢ વર્ષમાં કોઇ નવી નિમણુંક જ નથી થઇ.

આ ઉપરાંત જસ્ટીસ્ટ ઇન્દુ મલ્હોત્રા ૧૩/૩/ર૧ સી.જે.આઇ. બોબડે ર૩/૪/ર૧ જસ્ટીસ અશોક ભુષણ ૪/૬/ર૧ જસ્ટીસ નરીમાન ૧ર/૮/ર૧ અને જસ્ટીસ સિંહા ૧૮/૮/ર૧ ના રોજ નિવૃત થવાના છે

(4:28 pm IST)