Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

દેશ વિરોધી ટ્વિટ પર સુપ્રીમ કોર્ટ સખ્ત : કેન્દ્રને નોટીસ

જાહેરહિતની અરજીમાં ટ્વિટરની સામગ્રીને ચેક કરવા માટે મિકેનિઝમ ઘડવાની માંગ કરવામાં આવી છે

નવી દિલ્હી તા. ૧૨ : ફેક ન્યુઝ, હેટ ન્યુઝ અને રાજદ્રોહ વાળી પોસ્ટ માટે મિકેનિઝમ બનાવવા માટેની માંગ પર સુપ્રીમ કોર્ટે ટ્વિટર તેમજ કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. આ મામલાને અન્ય એક અરજી સાથે તોડવામાં આવ્યો છે. વાસ્તવમાં ટ્વિટર પર નજર રાખવા માટે સુપ્રીમ કોર્ટે મે ૨૦૨૦માં એક અરજી દાખલ કરી હતી. જાહેર હિતની અરતીમાં ટ્વિટરની સામગ્રીને ચેક કરવા માટે મિકેનિઝમ ઘડવાની માંગ કરવામાં આવી છે.અરજીમાં જણાવાયું છે કે બોગસ એકાઉન્ટથી ફેક ન્યુઝ અને ભડકાઉ સંદેશ દ્વારા સમાજમાં નફરત ફેલાવવામાં આવી રહી છે. આ અરજી ભાજપના નેતા વિનીત ગોયન્કાએ દાખલ કરી છે. અરજદારે જણાવ્યું છે કે પ્રખ્યાત અને સન્માનનીય લોકોના નામ પર હજારો બોગસ ટ્વિટર હેન્ડલ તેમજ બોગસ ફેસબુક એકાઉન્ટ છે. આ એકાઉન્ટર મારફતે બંધારણીય અધિકારીઓ અને જાણીતા નાગરિકોની અસલ તસવીરોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણસર સામાન્ય વ્યકિત આવા ટ્વિટર હેન્ડલ અને ફેસબુક એકાઉન્ટ દ્વારા અપાતા સંદેશ પર વિશ્વાર કરી બેસે છે.બોગસ એકાઉન્ટનો ઉપયોગ જાતિવાદ અને હિંસા ભડકાવવા માટે કરાય છે જે દેશની એકતા માટે ખતરારૂપ છે. ફેક ન્યુઝ દ્વારા દેશમાં નફરત ફેલાવવામાં આવે છે. બોગસ એકાઉન્ટ દ્વારા નેગેટિવ સમાચાર પણ પ્રસારિત કરાય છે, જેને ચેક કરવા યોગ્ય મિકેનિઝમ હોવું જરૂરી છે. અરજીમાં એવી માંગ પણ કરવામાં આવી છે કે ટ્વિટર, ફેસબુક સહિત તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોલ્ડર્સનું ધ્ળ્ઘ્ કરવાની જરૂર છે. જેને પગલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ભડકાઉ ભાષણ કરનાર તેમજ નફરત ફેલાવતી પોસ્ટ શેર કરનારની સરળતાથી ઓળખ થઈ શકે.

(3:43 pm IST)