Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સંસદમાં ભાષણો દરમ્યાન 'મોદી' નામ ગજબનાક છવાયું

લોકસભામાં ૨૫ સંસદસભ્યો દ્વારા ૨૫૩ વખત અને રાજ્યસભામાં ૧૬૮ વખત

નવી દિલ્હી : સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમ્યાન ચર્ચામાં ભાજપાના ૪૪ સાંસદોએ ભાગ લીધો તે દરમ્યાન તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નામનો ૪૨૦ વખત ઉલ્લેખ કર્યો.

ભાજપાના સાંસદોએ લોકસભા અને રાજયસભામાં મોદીજી, વડાપ્રધાન અથવા પ્રધાનમંત્રી તરીકે કરેલ ઉલ્લેખ પણ આમા સામેલ છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પરથી ચર્ચા રાજ્યસભામાં ૩ થી ૫ ફેબ્રુઆરી અને લોકસભામાં  ૮ અને ૯ ફેબ્રુઆરીએ થઇ હતી. લોકસભાના ભાજપા સાંસદોએ આવો ઉલ્લેખ ૨૫૩ વાર અને રાજ્યસભાના સાંસદોએ ૧૬૭ વાર કર્યો હતો.

(3:08 pm IST)