Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ચીન મુદ્દે રાહુલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો, કહ્યા ''કાયર'' અને ''ડરપોક''

સેનાના બલીદાન ઉપર થુંકી રહ્યા છે મોદી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો આરોપ : વળતા હુમલામાં ભાજપના મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલને મંદબુદ્ધિ ઠેરવ્યા

નવી દિલ્હી, તા. ૧ર : રાહુલ ગાંધીએ ચીન મુદ્દા પર કહ્યું કે ગઇકાલે રક્ષા મંત્રીએ સંસદમાં પોતાની વાત રજૂ કરી. જેમાં કેટલીક વાત પર સ્પષ્ટતા થવી જોઇએ. ભારત સરકારની સ્થિતિ  મામલે શરુઆતમાં હતી કે એપ્રિલ પહેલા જેવી સ્થિતિ લાગુ કરવામાં આવે, પરંતુ હવે રાજનાથસિંહે આવીને આ નિવેદન આપ્યું છે. આપણી જગ્યા ફિંગર ૪ પર છે, પરંતુ સરકારે ફિંગર ૩ પર સહમતિ કેમ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહે ભારતીય જમીન ચીનને કેમ સોંપી દીધી.

રાહુલ ગાંધીએ ડેપસાંગ મુદ્દા પર કહ્યું કે ચીનની સેના પાછી કેમ હટી નથી. આ સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રી મોદીએ  ભારતની પવિત્ર જમીન ચીનને આપી દીધી. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ ચીન સામે માથુ ટેકાવી દીધું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ ચીન મુદ્દા પર ફરી PM મોદી પર નિશાન તાકયું છે. રાહુલ ગાંધીએ પલટવાર કરતા કહ્યું છે કે PM મોદીએ ચીનને કેમ આપણી જમીન આપી દીધી? રાહુલ ગાંધીએ ડેપસાંગ મુદ્દા પર કહ્યું કે ચીનની સેના પાછી કેમ હટી નથી. આ સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રી મોદીએ  ભારતની પવિત્ર જમીન ચીનને આપી દીધી. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ ચીન સામે માથુ ટેકાવી દીધું છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ ચીન મુદ્દા પર ફરી PM મોદી પર નિશાન તાકયું છે. રાહુલ ગાંધીએ પલટવાર કરતા કહ્યું છે કે PM મોદીએ ચીનને કેમ આપણી જમીન આપી દીધી?

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચીન મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને ભારત સરકાર પર નિશાન સાધ્યું હતું. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની જમીનનો ટુકડો ચીનને સોંપી દીધો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. રાહુલ ગાંધી શુક્રવારથી બે દિવસના રાજસ્થાન પ્રવાસે જશે અને ખેડૂત મહાપંચાયતમાં હિસ્સો લેશે.

રાહુલ ગાંધીએ ચીન મુદ્દે જણાવ્યું કે, ગઈકાલે (ગુરૂવારે) સંરક્ષણ મંત્રીએ સંસદમાં જે નિવેદન આપ્યું તેમાં કેટલીક બાબતો સ્પષ્ટ થવી જોઈએ. ભારત સરકાર એપ્રિલ ૨૦૨૦ પહેલા જે સ્થિતિ હતી તે ફરીથી લાગુ કરવા કહેતી હતી પરંતુ સંરક્ષણ મંત્રીનું નિવેદન કશું અલગ દર્શાવે છે. આપણી જગ્યા ફિંગર ૪ પર છે તો પછી સરકારે ફિંગર ૩ માટે સહમતી કેમ આપી? વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીએ ભારતીય જમીનને ચીનને હવાલે શા માટે કરી?

રાહુલ ગાંધીએ ડેપસાંગ મુદ્દાનો ઉલ્લેખ કરીને ચીની સેના ત્યાંથી પાછી કેમ નથી હટી તેવો સવાલ કર્યો હતો. વડાપ્રધાને દેશની પવિત્ર જમીન ચીનને પકડાઈ દીધી હોવાનો રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો અને વડાપ્રધાન મોદીએ ચીન સામે માથું ટેકવી દીધું હોવાનું જણાવ્યું હતું.

વળતા હુમલામાં ભાજપના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ કે સામાન્ય બુદ્ધિ ધરાવતા વ્યકિત પણ આવા બેવકૂફી ભર્યા નિવેદન ન આપી શકે. આ વ્યકિત મંદબુદ્ધિ છે. હું કોંગ્રેસને વણ માંગી સલાહ આપુ છુ કે, ''પપ્પુજીના કોચ બદલો અને કોચીંગ પણ બદલો, નહિતર પપ્પુજી નોબોલ કરતા રહેશે અને રનઆઉટ થતા રહેશે.'' કેન્દ્રીય મંત્રી અબ્બાસ નકવીએ વધુમાં કહ્યું કે આ મંદબુદ્ધિ વ્યકિત દેશને બદનામ કરવાની સાજીશ સોપારી લઇને કરી રહ્યા છે.

(3:08 pm IST)