Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રસીકરણમાં યુપી પ્રથમ નંબરે ગુજરાત બીજા ક્રમે : કાલથી બીજો ડોઝ

દેશમાં ૭૦ લાખથી વધુ લોકોને કોરોના

નવી દિલ્હી ,તા. ૧૨: ભારતમાં ચાલી રહેલ વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન રેકોર્ડ ઝડપે ચાલુ છે. ભારત દુનિયાનો પહેલા એવો દેશ છે જેણે સૌથી ઓછા દિવસોમાં ૭૦ લાખ લોકોને રસી મુકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરૂવારે આ દાવો કર્યો છે. મંત્રાલય અનુસાર દેશમાં ગુરૂવાર સુધીમાં ૭૦,૧૭,૧૧૪ લોકોને રસી મુકાઇ ચુકી છે. આ આંકડા સુધી પહોંચવામાં ભારતને ૨૬ દિવસ લાગ્યા હતા. જ્યારે આટલા લોકોને રસી આપવામાં બ્રિટન અને અમેરિકાને વધારે દિવસો લાગ્યા હતા.

દેશમાં સૌથી વધારે રસી ૬,૭૩,૫૪૨ ઉત્તર પ્રદેશમાં અને ત્યાર પછી ૬,૦૫,૪૯૪ ગુજરાતમાં મુકાઇ હતી. ત્યાર પછી કર્ણાટક ૪,૬૧,૪૭૮ ઓરિસ્સા ૩,૫૧,૦૫૮ અને કેરળ ૩,૨૫,૦૭૯ નો નંબ આવે છે. સૌથી ઓછી રસી હિમાચલ પ્રદેશમાં ૬૩,૨૩૭ અને ઉત્તરાખંડમાં ૮૯,૬૩૮ મુકાઇ હતી.

કેન્દ્ર સરકારે ૨૦ ફેબ્રુઆરી સુધીમાં રસીકરણનો પહેલો તબક્કો પુરો કરવા માટે રાજ્યોને કહ્યુ છે. શનિવારથી જેમને ૧૬ જાન્યુઆરીએ પહેલો ડોઝ અપાયો હતો. તેમને બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે. આંકડાઓ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં જેટલા ડોઝ અપાયા છે તેના ૩૭ ટકા ડોઝ છેલ્લા સાત દિવસોમાં અપાયા છે.

(3:07 pm IST)