Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

દેશ વિરોધી અને ભડકાઉ મેસેજ મામલે ટ્વીટર ઇન્ડિયા અને કેન્દ્રને સુપ્રીમકોર્ટે ફટકારી નોટિસ

ટ્વિટર પર આવા સંદેશા આવ્યા પછી તેમના તરફથી શું કરી શકાય.? માંગ્યો જવાબ

નવી દિલ્હી : ભારતની સુપ્રીમ કોર્ટે ટ્વિટર પર દેશ વિરોધી અને ભડકાઉ સંદેશા મોકલવા માટે ટ્વિટર ઇન્ડિયા અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું છે કે ટ્વિટર પર આવા સંદેશા આવ્યા પછી તેમના તરફથી શું કરી શકાય.

ભાજપના નેતા વિનીત ગોયંકાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી, જેમાં કહ્યું હતું કે ટ્વિટર પર ભડકાઉ અને દેશ વિરોધી સંદેશા મુકવામાં આવે છે. ટ્વિટર પર જાહેરાત પણ આપવામાં આવે છે અને તેના દ્વારા નફરત ફેલાય તેવા સંદેશાઓ ફેલાવવામાં આવે છે. આને રોકવા માટે હાલમાં કોઈ માર્ગદર્શિકા નથી, તેથી અદાલતે તાત્કાલિક સરકારને આ સંદર્ભે માર્ગદર્શિકા બનાવવા આદેશ આપવો જોઈએ, જેથી આવા સંદેશાઓ રોકી શકાય. સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી કરતી વખતે ટ્વિટર ઇન્ડિયા અને કેન્દ્ર સરકારને જવાબ માંગવા માટે નોટિસ ફટકારી છે.
 અગાઉ ટ્વિટર અધિકારીઓ સાથેની બેઠકમાં ભારત સરકારે સખત નારાજગી વ્યક્ત કરી હતી. ભારત સરકારના માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ સાથે ટ્વિટરના વરિષ્ઠ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, ટ્વિટરે ભારતમાં અહીં કાનુન અને નિયમોનું પાલન કરવું જ પડશે

(2:05 pm IST)