Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રેલ્વેએ બનાવ્યો પરવડે તેવો એસી-થ્રી ટાયર કોચઃ જાણો અંદરથી કેવો દેખાશે આ ડબ્બો ?

નવી દિલ્હી, તા., ૧રઃ ભારતીય રેલ્વેએ મુસાફરોને પરવડે તેવા થ્રી ટાયર એરકંડીશન્ડ  કોચ બનાવ્યા છે. આ માટે રેલ્વે તંત્રએ દુનિયાની સૌથી સસ્તી અને શ્રેષ્ઠ યાત્રાનો દાવો કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, વર્તમાન એસી થ્રી ટાયર અને નોન એસી સ્લીપર કોચની વચ્ચેની શ્રેણીમાં આ નવા ડબ્બા હશે.

આ ડબ્બા રેલ કોચ ફેકટરી-કપુરથલ્લાએ  આગામી ટ્રાયલ માટે લખનૌના અનુસંધાન ડીઝાઇન અને માનક સંગઠન પાસે મોકલ્યા છે. આ ડબ્બાની ડીઝાઇન ઉપર ઓકટોબર-ર૦થી સતત કામ થયું છે. નવા કોચમાં યાત્રીકોની સંખ્યા ૭રથી વધીને ૮૩ કરવામાં આવી છે. દરેક બર્થ ઉપર પ્રાઇવેટ લાઇટ લગાવવામાં આવી છે. દિવ્યાંગ લોકોની સગવડ માટે શૌચાલયનો દરવાજો અલગ રીતે બનાવવામાં આવ્યો છે. અગાઉની તુલનામાં હવે દરેક બર્થ ઉપર એસી ડકટ લાગેલી હશે. જેમાંથી મુસાફરોને ઠંડી હવા આવશે. નવા કોચની ડિઝાઇનમાં ઉપરની બર્થ ઉપર જતી સીડી પણ અલગ રહેશે. આગલા બજેટ વર્ષમાં આવા ર૪૮ કોચ બનાવવાની યોજના છે.

(1:18 pm IST)