Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

દારા શિકોહની કબ્ર મળી ગયાનો દાવો

દિલ્હીના સહાયક ઇજનેરને મોટી સફળતા

નવી દિલ્હી તા. ૧ર  સૈકાઓ પછી દારાશિકોહની ઓળખ મળી છે દક્ષીણ દિલ્હી નગર નિગમ (એસડીએમસી) ના હોરિટેરજ સેલના સહાયક ઇજનેર સંજીવ કુમારસિંઘે દારા શિકોહની કબર મળ્યાનો દાવો કર્યો છે અને ૧૬૮૮ માં મિર્ઝાકાઝિમ દ્વારા ફારસી ભાષામાં લખાયેલ ''આલમગીરનામા''દ્વારા તેનો રસ્તો મળ્યો છે. જો કે આજ સુધી ઇતિહાસકારોની નજર તેના ઉપર પડી ન્હોતી.

સંજીવસિંઘે બાળપણમાં અમર ચિત્રકથા ''દારા શિકોહ'' અને ''ઔરગઝૈબ''ને વાંચેલ ત્યારથી તેમા રૂચિ હતી આગ્રાથી જામી આ મીલીઆ ઇસ્લામીયા યુનિવર્સિટી દિલ્હીમાં ઇજનેરી અભ્યાસ માટે આવ્યા ત્યારે તેઓ હુમાયુના મકબરામાં જતા હતા અને ત્યાં આવેલી ૧૪૦ કબરોને જોઇ તેઓ હમેશા વિચારતા હતાકે આ પૈકી એક કબર દારા શિકોહની હોવી જ જોઇએ.

સંજીવસિંઘે ૧૯૯૮માં એમસીડીમાં નોકરી શરૂ કરવાની સાથે જ તેમણે દારા શિકોહ ઉપર સંશોધન કરવાનો વિચાર કરેલ મોગલ બાદશાહ ''શાહજહા'' ના ૪ પુત્રો હતા તેમાંથી ઔરંગઝૈબ એ દારા શિકોહનું ખુન કરાવી નાખેલ.

૧૯૩૬ માં આઇએએસઆઇના એક પુસ્તકમાં એક વિશેષ કબ્રનો ઉલ્લ્ેખ હતો જે દારા શિકોહની હોઇ શકે તેમ માનવામાં આવેલ આ દરમિયાન આલમગીરનામાં ઉપરાંત સાલેહકંબોહના પુસ્તક અમલે સાલેહનો અનુવાદ આવ્યો  જેમાં વિદેશી યાત્રીકોના પ્રસિદ્ધ તથ્યો નો પણ ઉલ્લ્ેખ છે. જે પૈકી ઇટલીના યાત્રિક માનુચીએ લખ્યું છે કે દારા શિકોહનું ધડ દિલ્હીમાં છે અને માથુ આગ્રામાં દફન થયેલું છે.

સંજીવસિંઘ કહે છે કે, હુમાયુના મકબરામાં મુખ્ય ગુંબંજના નીચે પાંચ ભાગોમાથી માત્ર એકમાં ત્રણ પુરૂષ એક સાથેદફન છે. જેમાંથી બે કબરનું વાસ્તુ સમાન છે અને તે અકબરના સમયની છે ત્રીજી કબરનું વાસ્તુ પ્રથમ બે કબરોથી અલગ છે.અને તે શાહજહાના સમયનું છે.

એનાથી અલગ મુળ ભોંયરામાં તેમની મુળ સબંધિત સ્થિતિની તુલના કરવામાં આવે તો અકબરના બે પુત્રો દાનિયાલ ત્થા મુરાદના મૃત્યુ દારા શિકોહ પહેલા થયેલા છે તેમની કબરો ક્રમશઃ ગુબંજના મધ્ય અને દિવાલ તરફના ભાગમાં આવેલી છે દારા શિકોહની બધા પછી મૃત્યુ થયેલ છે.

(1:16 pm IST)