Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ગુલામ નબી આઝાદ બાદ રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે બનશે વિપક્ષ નેતા

કોંગ્રેસે રાજ્યસભાના સભાપતિ વૈંક્યા નાયડૂએ આ અંગે જાણકારી આપી

નવી દિલ્હી : રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ બાદ વરિષ્ટ નેતા તથા લોકસભામાં કોંગ્રેસ નેતા રહેલા મલ્લિકાઅર્જુન ખડગે વિપક્ષ નેતા તરીકેની પસંદગી કરાઈ છે.

  કોંગ્રેસ સંગઠનના મહાસચિવ વેણુગોપાલે એ વાતની જાણકારી આપતા કહ્યું કે કોંગ્રેસે રાજ્યસભાના સભાપતિ વૈંક્યા નાયડૂએ આ અંગે જાણકારી આપી છે કે આઝાદના રિટાયર્ડ થયા બાદ હવે ખડગે પાર્ટી તરફથી નામિત કરવામાં આવ્યા છે. એટલે કે ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા હશે

ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં વિપક્ષના ઉપ નેતા આનંદ શર્માએ પણ કહ્યું હતું કે તેમને વિપક્ષ નેતા બનાવવામાં આવશે. જે હાલમાં જ સંગઠનને લઈને અનેક સવાલો ઉભા કરે છે, સોનિયા ગાંધીએ લખેલી ચિઠ્ઠી બાદ પાર્ટી નેતૃત્વ તેને આ જવાબદારી સોંપવાને લઈને ઉત્સાહિ જોવા મળ્યું નહોંતુ. આ સાથે જ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને બહું નજીકના મનાતા રહ્યા છે. તેમણે 2019માં લોકસભા ચૂંટણીમાં હાર છતાં પાર્ટીના રાજ્ય સભામાં તક આપી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરી બાદ જમ્મુ અને કાશ્મીરના કોઈ પ્રતિનિધિ નહીં હોય. અહીં હાલમાં 4 રાજ્યસભાની સીટો છે. પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદથી અહીં ચૂંટણી નથી થઈ. તેવામાં હાલમાં રાજ્યસભામાં ત્યાંથી કોઈ સભ્ય નહીં હોય. પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના 2 સાંસદો નજીર અહેમદ લાવે(10 ફેબ્રુઆરી) અને મીર મોહમ્મદ ફૈયાજ(15 ફેબ્રુઆરી)નો કાર્યકાળ પણ ખતમ થઈ જશે. ગુલામ નબી આઝાદનો કાર્યકાળ 15 ફેબ્રુઆરી અને ભારતીય જનતા પાર્ટીના શમશેર સિંહ મન્હાસનો કાર્યકાળ 10 ફેબ્રુઆરીએ પુરો થઈ જશે.

(1:12 pm IST)