Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

' જય શ્રી રામ ' વિરુદ્ધ ' યા અલ્લાહ ' : ટીવી ડીબેટમાં ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં અને બીજેપી આગેવાન અગ્નિમિત્રા પોલ વચ્ચે હુંસાતુંસી : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો સમય નજીક આવતા વાતાવરણ ગરમાયુ

કોલકત્તા : પશ્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ વાતાવરણ ગરમાતું જાય છે.

તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહિલા નુસરત જહાં અને બીજેપી મહિલા મોરચા અધ્યક્ષ અગ્નિમિત્રા પોલ વચ્ચે આયોજિત ડીબેટમાં બંને મહિલાઓ સામસામી આવી ગઈ હતી.

ડિબેટ દરમિયાન અગ્નિમિત્રા પોલએ નુસરત જહાંને સવાલ કર્યો હતો કે જય શ્રી રામનું નામ પડે ત્યાં મમતા દીદી કેમ ઉશ્કેરાઈ જાય છે.જેના જવાબમાં નુસરત જ્હાએ જણાવ્યું હતું કે ભાજપ આગેવાનોએ જાણી જોઈને દીદીને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.

બંને વચ્ચેની સામસામી દલીલો દરમિયાન હુંસા તુસી વધી જવા પામી હતી.તેથી બીજેપી આગેવાન મહિલાએ જય શ્રી રામનો નારો લગાવતા ટીએમસી સાંસદે સામે યા  અલ્લાહ નો નારો લગાવ્યો હતો.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:12 pm IST)