Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ચીનમાં બીબીસી સેવાઓ ઉપર પ્રતિબંધ

બીજીંગ તા. ૧૨ : ચીનમાં બીબીસીના વર્લ્ડ ન્યુઝનું પ્રસારણ બંધ કરાવી દેવામાં આવ્યું હોવાનું ચીનની સત્તાવાર ન્યુઝ એજન્સી 'સીજીટીએન'એ જણાવ્યું છે.

ચીન દ્વારા કોરોનાને કાબુમાં લેવા જેવા મુદ્દે ખોટું રીપોર્ટીંગ કરવા જેવી બાબતો સાથે બીબીસીનું પ્રસારણ હાલ તૂર્ત રોકી લેવામાં આવ્યું છે.

ચીની સમાચાર સંસ્થાએ કહ્યું છે કે, એક તપાસમાં માલૂમ પડયું છે કે, બીબીસી વર્લ્ડ ન્યુઝે ચીન સંબંધી અહેવાલો આપવામાં સત્ય અને નિષ્પક્ષ સમાચાર હોવા જોઇએ તે સહિતના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. જેનાથી ચીનના રાષ્ટ્રીય હિતોને નુકસાન થયું છે અને ચીનની રાષ્ટ્રીય એકતાને નબળી પાડી છે.

હવે ચીનમાં પ્રસારણ માટે ૧ વર્ષ માટે અરજીનો સ્વિકાર કરવામાં નહિ આવે.

અંગ્રેજી ભાષાનું બીબીસી વર્લ્ડ ન્યુઝ મોટાભાગની ચીનની ટીવી ચેનલોના પેકેજમાં સામેલ નથી કરાયેલ.

ચીનમાં રહેલ રોયટર્સ સમાચાર સંસ્થાના બે પત્રકારોએ કહેલ કે તેમની ટીવી સ્ટ્રીન ઉપર બીબીસી ચેનલ બ્લોક થઇ ગઇ છે.

૪થી ફેબ્રુઆરીએ બ્રિટીશ મીડિયા રેગ્યુલેટર ઓફકોમે ચીન ગ્લોબ ટેલીવીઝન નેટવર્ક (સીજીટીએન)ના લાયસન્સને રદ્દ કરી નાખેલ હતું. કારણ કે તપાસમાં એવું બહાર આવેલ કે, સ્ટાર ચાઇના મીડિયા કંપની દ્વારા લાયસન્સ ખોટી રીતે બનાવવામાં આવ્યું હતું. આ બાબતથી ચીન ગુસ્સે ભરાયેલ.

(11:42 am IST)