Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

આરોપ સાબિત કરો, નહિ તો રાજીનામુ દયોઃ મમતાનો ધ્રુજારો

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ભાજપાને પોતાના એ આક્ષેપ સાબિત કરવાનો પડકાર ફેંકયો છે. જેયા તેમણે  આક્ષેપ મુકયો હતો કે મમતા બેનર્જીની  સરકારે રાજ્ય માટે અપાયેલ નાંણાનો દુરૂપયોગ  કર્યો છે. બેનર્જીએ કહ્યુ કે જો આક્ષેપ સાબિત ન થાયતો નરેન્દ્ર મોદીની સરકારે રાજીનામુ આપી દેવુ જોઇએ.

મમતા બેનર્જીએ કોલકતામાં બીન સરકારી  સંગઠનો અને નાગરિક અનાજ સંગઠનોના એક કાર્યક્રમને સંબોધિત કરતા દાવો કર્યો કે ભાજપ નેતા શાહ દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષામાં અહંકારની ગંધ આવે છે. અને આવુ એક કેન્દ્રીય ગ્રૃહપ્રધાન માટે શોભાસ્પ્દ નથી.

મમતાએ કહ્યુ કે, 'ભાજપા અવાર નવાર કહે છે કે ટીએમસી ભ્રષ્ટાચારી છે, ટીએમસીએ પૈસાનો દુરૂપયોગ કર્યો છે. આ પૈસા મોદીના નથી. આ પૈસા એક સરકાર દ્વારા બીજી સરકારને આપવામાં આવે છે. તમે રાજ્યોમાંથી પૈસા ન લો તો તમારે પાછા નહીં આપવા પડે. જો તમે આક્ષેપો સાબિત ન કરી શકો તો તમારે રાજીનામુ  આપવુ જોઇએ'.

તેમણે કહ્યુ,'તમે સતત અમારા પર ફઇ-ભત્રીજા કહીને હુમલાઓ કરતા રહો છો પણ શ્રીમાન શાહ , તમારા પુત્રનુ શું છે?  તેમને આટલા પૈસા કયાંથી આવે છે. અમિત શાહ નાગરિકતા સંશોધન કાનૂન પર બોલવા માટે ભલે બંગાળ આવ્યા હોય પણ હું આ કાનુન રાજ્યમાં નહિં લાગુ થવા દઉં. મુખ્ય પ્રધાને ભાજપા પર લોકોને ગુમરાહ  કરવા માટે સોશ્યલ મિડીયા પર ફેક ન્યુઝ અને ફેક વીડિયો ફેલાવવાના પણ આક્ષેપો  કર્યા.તેમણે ભાજપા પર  નિશાન તાકતા કહ્યુ કે ખેડુતોને લુંટ્યા પછી, મને મારૂ કામ ન કરવા દીધા પછી, રમખાણો કર્યા પછી ,હવે તમારે બંગાળ જોઇએ છે. હુ આવા લોકો સામે નહિં ઝુંકુ. તેમણે કહ્યુ કે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં જેવી ગુંડાગીરી છે તેવી ગુંડાગીરીને હું પશ્ચિમ બંગાળમાં પરવાનગી નહી આપુ . બંગાળે શાંતિથી રહેવા દો.

(11:30 am IST)