Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

RTI એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી : રાજદ્રોહ અને આતંકવાદના આરોપસર જેલવાસ ભોગવી રહેલા રૈજોર દળ પ્રેસિડન્ટ અખિલ ગોગોઈએ જામીન અરજી કરી હતી : હાલની તકે જામીન મંજુર કરવા યોગ્ય નહીં ગણાય : ટ્રાયલ ચાલુ થાય ત્યારે અરજી કરવા ખંડપીઠનો આદેશ

ન્યુદિલ્હી : ડિસેમ્બર 2019 માં સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ વિરુદ્ધ દેખાવો દરમિયાન હિંસા ફેલાવવાના આરોપસર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ  RTI એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈ ઉપર રાજદ્રોહ અને આતંકવાદ એક્ટ હેઠળ કેસ દાખલ કરી તેને જેલમાં મોકલ્યો હતો.

આથી ગોહાટીની જેલમાં જેલવાસ ભોગવી રહેલા આરોપી અખીલે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી.જેના અનુસંધાને જસ્ટિસ શ્રી
એન.વી.રમણ.શ્રી સૂર્યકાન્ત તથા શ્રી અનિરુદ્ધ બોઝની ખંડપીઠે તેના જામીન નામંજૂર કર્યા હતા.જેના કારણમાં જણાવ્યું હતું કે હાલની તકે આરોપીને જામીન આપવા યોગ્ય નથી.ટ્રાયલ ચાલુ થાય ત્યારે આરોપી જામીન અરજી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે આરોપીએ 7 જાન્યુઆરીના રોજ ગૌહતી હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી જે નામંજૂર થતા તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:28 am IST)