Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંગમમાં ડુબકી લગાવી : સ્નાન અને પૂજા પાઠ બાદ હોડી પણ ચલાવી

મૌની અમાવસ્યા સ્નાન પર્વ પર પ્રયાગરાજ પહોંચ્યા: સ્મૃતિ સ્થળ પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા

પ્રયાગરાજ : મૌની અમાવસ્યાના પર્વ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ  સંગમમાં ડુબકી લગાવી છે. અહીં સન્નાન અને પૂજા પાઠ બાદ તેમણે હોડીમાં સવારી પણ કરી. હોડી પર બેઠી તો થોડા સમય બાદ તે ખુદ ચલાવવા લાગી હતી. તેનો વીડિયો પણ ચામે આવ્યો છે, જેમાં પ્રિયંકા બન્ને હાથથી હોડી ચલાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન સ્નાન કરવા આવેલા લોકો અને આસપાસની હોડીમાં ફરી રહેલા લોકો થોડીવાર થોભીની તસવીરો લેવા લાગ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાએ તેનો વીડિયો શેર કર્યો છે.

પ્રયાગરાજમાં સંગમ કિનારા પર આજે માધ મેળાનું ત્રીજુ સ્નાન પર્વ છે. મૌની અમાવસ્યાના અવસર પર અડધી રાત બાદથી શ્રદ્ધાળુઓની મોટી ભીડ ડોવા મળી હતી. કોરોના ગાઇડલાઇન વચ્ચે શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી.

કોંગ્રેસ મહાસવિચ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે મૌની અમાવસ્યા સ્નાન પર્વ પર પ્રયાગરાજ પહોંચ્યા છે. સૌથી પહેલા તેઓ નહેરૂ-ગાંધી પરિવારના પૈતૃક આવાસ આનંદ ભવન પહોંચ્યા હતા. જ્યાં પોતાના પરદાદા અને પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરૂના સ્મૃતિ સ્થળ પર શ્રદ્ધાસુમન અર્પિત કયર્િ હતા. પ્રિયંકા ગાંધીઆ આનંદ ભવન સ્થિત અનાથાલયમાં બાળકોની સાથે થોડા સમય પસાર કર્યો હતો. અહીં એક બાળકીને તેમણે તેડી લીધી હતી.

ગેટ પર ભારે ભીડને જોતા આનંદ ભવનના ગેટને ખોલી દેવામાં આવ્યો હતો. કાર્યકતર્િ અંદર ઘુસી ગયા, ત્યારબાદ તેમને રોકવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધી આજે પાંચ કલાક પ્રયાગરાજમાં પસાર કરશે. તેઓ મનકામેશ્વર મંદિરે પણ ગયા હતા.

(11:00 am IST)