Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલમાં ભડકો

પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો : નવા વર્ષે પેટ્રોલ 04.33 રૂપિયા અને ડીઝલ પણ 4.51 રૂપિયા મોંઘુ

નવી દિલ્હી : વૈશ્વિક બજારમાં ક્રૂડઓઇલના ભાવ 61 ડોલરની ઉપર રહેતા સ્થાનિક બજારમા સતત ચોથા દિવસે ઇંધણના ભાવમાં ભડકો થયો છે. આજે શુક્રવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં 29પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કર્યો છે.આ સાથે દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવધીને 88.14 રૂપિયા અને ડીઝલનો ભાવ 78.38 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. આમ આજે બંને ઇંધણના ભાવ તેમની નવી ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી ગયા છે.

નવા વર્ષે પેટ્રોલિયમ ફ્યૂઅલના ભાવ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં માત્ર 16 દિવસ જ વધ્યુ છે અને પ્રતિ લિટર દીઠ 4.33 રૂપિયા મોંઘુ થયુ છે.વિતેલા 10 મહિનામાં ઇંધણના ભાવમાં પ્રતિ લિટર દીઠ 18 રૂપિયાનો વધારો થયો છે.

નવા વર્ષે પેટ્રોલિયમ ફ્યૂઅલના ભાવ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં માત્ર 16 દિવસ જ વધ્યુ છે અને પ્રતિ લિટર દીઠ 04.51 રૂપિયા મોંઘુ થયુ છે.વિતેલા 10 મહિનામાં ઇંધણના ભાવમાં પ્રતિ લિટર દીઠ 16 રૂપિયાનો વધારો થયો છે.

(10:26 am IST)