Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

LAC પર કરવો પડશે નવા પડકારોનો સામનો

દેશના આર્મી ચીફ નરવણેએ સરહદની સ્થિતિને ધ્યાનમાં લઇને આપ્યું નિવેદન

નવી દિલ્હી તા. ૧૨ : દેશના આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ નવા પડકારોનો સામનો કરવા પણ તૈયાર રહેવા અંગે જણાવ્યું છે.ભારતની સરહદની સ્થિતિને ધ્યાનમાં લઇને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ નવા પડકારોને લઇને તૈયાર રહેવા જણાવ્યું છે. આ સાથે મુકુંદ નરવણેએ કહ્યું કે આ ખતરાઓને પહોંચવા ભારતે આક્રમક વલણ અને વધારે મજબૂત થવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે આર્મી ચીફ મુકુંદ નરવણેની આ ટીપ્પણી રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા આપવામાં આવેલા સંસદના નિવેદન પછી આવી. રક્ષામંત્રી રાજનાથસિંહે સંસદમાં નિવેદન આપ્યું હતું કે લદ્દાખમાં ભારત-ચીનની સેનાઓ હટવાને લઇને સહમતિ બની ગઇ છે.

એક કાર્યક્રમમાં પોતાના સંબંધોનમાં આર્મી ચીફ મુકુંદ નરવણેએ કહ્યું આપણા દેશની ઉત્તરી સીમા પર જે પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ આપણને ગંભીરતાથી વિચારવા માટે મજબૂર કરી દીધા છે. આપણી સીમાઓનું સાચુ નિર્ધારણ ન હોવાના કારણે આપણી અંખડતા અને સંપ્રભુતા સંરક્ષણમાં પડકારો છે.

જનરલ નરવણેએ ૨૧મી સદીના પડકારોની બદલતી પેટર્ન પર પણ ચર્ચા કરી. નરવણેએ કહ્યું કે ટેન્ક અને ફાઇટર જેટ જેવા યુદ્ઘક પ્લેટફોર્મ કયારે ૨૦મી સદીમાં યુદ્ઘના મુખ્ય આધાર હતા પરંતુ હવે નવા પ્રકારના પડકારો સામે આવી રહ્યાં છે. જેને લઇને આર્મી ચીફે આર્મેનિયા-અઝરબેઝાન વચ્ચેના યુદ્ઘનો ઉલ્લેખ કર્યો.

ગુરૂવારના રોજ રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે વિવાદના અંદાજે ૧૦ મહીના પછી સાઉથ અને નોર્થ બેંકથી સૈનિકોને પરત લેવા માટે ચીન સાથે સમજૂતિ બની ગઇ છે. પેંગોગ લેક વિસ્તારમાં સૌથી પહેલા સેનાએ પાછળ હટશે. ભારત અને ચીન વચ્ચે થયેલ સમજૂતિ મુજબ ચીનની સેના પોતાના સૈનિકોને ફિંગ ૮થી પાછળ લઇ જશે.

(10:14 am IST)