Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વિશ્વભરમાં ઝડપથી ફેલાશે કોરોનાનો નવો સ્ટ્રેન

બ્રિટીશ વૈજ્ઞાનીકે આપી ચેતવણી : ૮ ગણી વધારે તાકાતવાર સંરચના

લંડન તા. ૧૨ : બ્રિટનના કેન્ટ વિસ્તારમાં સૌથી પહેલી વાર મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને લઈને એક બ્રિટિશ વૈજ્ઞાનિકે તેના દુનિયા ભરમાં ફેલાવા અંગે ચિંતા વ્યકત કરી છે.

બ્રિટનમાં જે સ્ટ્રેન મળ્યો છે. તે મૂળ જીનેટિક મટેરિયલની સાથે તો છે. સાથે વધારે મજબૂત છે. આ વાયરસ ઝડપથી ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના જણાવ્યાનુંસાર નવા પ્રકાર દક્ષિણપૂર્વ બ્રિટનમાં જોવા મળ્યો. ડિસેમ્બરમાં જયારે આ ભાગોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા. ત્યારે વૈજ્ઞાનિકોની આ બાબત પર નજર ગઈ હતી. ત્યારે ખબર પડી કે નવો વાયરસ દર્દીમાં સપ્ટેમ્બરથી સક્રિય હતો.

નવા વાયરસને સ્ટડી કરી રહેલા વૈજ્ઞાનિકોએ જોયું કે કોરોના વાયરસ શરુઆતથી અત્યાર સુધી ૨૩ વાર મ્યૂટેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂકયો છે. વચ્ચે ઘણા બધા મ્યૂટેશનમાં વાયરસ ખતરનાક નથી થયો. ત્યારે આ નવા પ્રકારના સંક્રમણની દ્રષ્ટિએ ઘણો ઘાતક મનાઈ રહ્યો છે.

નવા કોરોના વાયરસમાં કાંટેદાર સંરચના ૮ વાર મ્યૂટેશનમાંથી પસાર થઈ ૮ ગણી વધારે કાંટેદાર થઈ ચૂકી છે. નવા વાયરસમાં જે કાંટેદાર સંરચના વધારે છે તેના માર્ફતે તે શરીરમાં વધારે સરળતાથી ઘૂસી શકે છે. કોરોનાની આ કાંટેદાર સંરચના જ તેન વધારે ઘાતક બનાવી ચૂકી છે. આ લાઈનને લઈને દુનિયાના તમામ વૈજ્ઞાનિકોએ રસીની તૈયારી કરી, જે કોરોનાની કાંટેદાર સંરચના પર વાર કરી તેને આપણા શરીરની કોશિકાઓ સાથે જોડતા રોકી શકે છે.

(10:13 am IST)