Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

આંતરરાષ્ટ્રિય હવાઇ ઉડ્ડયનો શરૂ થવાની તૈયારીઓ

ભારત - રશિયા વચ્ચે આજથી મુસાફરી શરૂ : દિલ્હી એરપોર્ટને વિજળીક ગતીએ સજ્જ કરાઇ રહ્યું છે : ૨૦૦ માર્શલ ખડેપગે : ૫૨૯ સેન્સર

નવી દિલ્હી તા. ૧૨ : આંતરરાષ્ટ્રીય હવાઇ ઉડ્ડયન ફરી શરૂ કરવા પાટનગરના આંતરરાષ્ટ્રીય વિમાની મથકને પૂરજોશથી તૈયાર કરવાનું ચાલી રહેલ છે. સમગ્ર પરિસરમાં ૫૨૯ સેન્સર લગાડયા છે. જેનાથી સોશ્યલ ડિસ્ટન્સ રાખવામાં મદદ મળશે. જાજી ભીડ સર્જાતા એરપોર્ટ કન્ટ્રોલ રૂમમાં તુરંત જાણ થઇ જશે. મુસાફરો વચ્ચે અંતર જાળવવામાં મદદ માટે ૨૦૦ માર્શલ ખડેપગે રહેશે.

પ્રવેશ માટે હાલમાં ૩ દરવાજા અલગ કરાયા છે જેની સંખ્યા પછી વધારાશે.

એરપોર્ટના વોશરૂમ, એકસ-રે મશીન, કનવેયર બેલ્ટ પાસેના તમામ સ્થળે વધારાના કર્મચારી ખડેપગે રહેશે.

અલગ અલગ એરલાઇન્સો મુજબ મુસાફરો માટે ચેઇ ઇન રો અને ગેટથી પ્રવેશની વ્યવસ્થા રહેશે.

બેગેજ સ્ક્રેનર માટે અલ્ટ્રા વાયોલેટ મશીનોની સંખ્યા વધારવા વિચાર થઇ રહ્યો છે.

સામાજિક અંતર જળવાઇ રહે તે માટે મુસાફરો માટે બેસવાની વધુ ખુરશીઓ રખાશે.

દરમિયાન ભારત - રશિયા વચ્ચે ખાસ મુસાફર વિમાનો ઉડ્ડયનો માટે એર-બબલ વ્યવસ્થા મુજબ આજથી મુસાફરોનું હવાઇ ઉડ્ડયન શરૂ થશે.

(10:11 am IST)