Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ખેડૂતો માટે ૩ વિકલ્પ : ગરીબી - બેરોજગારી - આપઘાત

કૃષિ કાનૂનોથી ખેડૂતો જ નહિ , મધ્યમ વર્ગ, નાના દુકાનદારો, નાના ઉદ્યોગકારો, નાના-મધ્યમ ઉદ્યમો, ગ્રામ્ય અર્થતંત્ર બરબાદ થઇ થશે : રાહુલ ગાંધીએ સંસદમાં કેન્દ્ર સરકાર ઉપર રમઝટ બોલાવી : દેશને ૪ લોકો ચોલાવે છે, અમે બે અમારા બે...

નવી દિલ્હી,તા. ૧૧: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં જોરદાર નિવેદન આપતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 'હમ દો , હમારે દો'ની નીતિથી આખા દેશને ચલાવી રહ્યા છે રાહુલ ગાંધીએ કહ્યું કે આ નીતિેએ નોટબંધી , જીએસટી, લોકડાઉન અને તાજેતરમાં જ ગયા સપ્ટેમ્બરમાં પસાર કરાયેલ ત્રણ કાયદાથી કિસાનોની વ્યથા બહાર આવી તેમા ભૂમિકા ભજવી છે. તેમ બધા જાણો છો કે, કુટુંબ નિયોજન માટે 'હમ દો હમારે દો'.

જો કે રાહુલ ગાંધીએ કોઇનુ નામ લીધુ ન હતુ પરંતુ કહી દીધુ હતુ કે તેમને બધા જાણે છે. કિસાન આંદોલન વિશે તેમણે કહ્યું કે આ દેખાય છે એટલુ જ નથી પરંતુ ઘપા અન્ય માટે જીવન -મરણનો સંઘર્ષ છે. તમે તેને માત્ર કિસાનોનું વિરોધ પ્રદર્શન  સમજતા હો તો તમે ખોટા છો. કિસાનો તો માત્ર આગેવાનો કરી રહ્યા છે કૃષિ કાયદાઓથી માત્ર કિસાનો જ નહીં પરંતુ મધ્યમવર્ગ પણ બરબાદ થશે અને નાના દુકાનદારો તથા નાના ઉદ્યોગકારોને માઠી અસર પહોંચશે. નાના અને મધ્યમ ઉદ્યમો માટે આ ઘાતક છે અને તેના ભારતીય ગ્રામ્ય અર્થતંત્ર બરબાદ થઇ જશે. કૃષિ કાયદાઓથી સરકાર તેના માત્ર બે ઉદ્યોગપતિ મિત્રોની મદદ કરવા માગે છે.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે, વડાપ્રધાન કહે છેક તેમણે વિકલ્પ આપ્યા છે, પરંતુ તેમનો પહેલો વિકલ્પ ભૂખ, બીજો બેરોજગારી અને ત્રીજો આત્મહત્યા છે.

રાહુલે કૃષિ કાયદાઓ પર વધુમાં કહ્યું કે ' પહેલા કાયદાની સામગ્રી એ છે કે કોઇ પણ વ્યકિત દેશમાં ગતે ત્યાં કેટલુ પણ અનાજ, શાકભાજી, ફળોની ખરીદી શકે છે. જો દેશમાં ખરીદી અમર્યાદિત હશે તો પછી માર્કેટમાં કોણ જશે ? પ્રથમ કાયદાનું કન્ટેન્ટ બજારને નાબૂદ કરવાનો છે. બીજા કાયદાની કન્ટેન્ટ તે છે કે મોટા ઉદ્યોગપતિઓ અનાજ, ફળો, શાકભાજી સ્ટોક કરી શકે છે, આ માટેની કોઇ મર્યાદા નથી. રાહુલે કહ્યું કે ત્રીજા કાયદાનું કન્ટેન્ટ એ છે કે ખેડૂત જ્યારે ઉદ્યોગપતિઓની સામે જઇને તેમની પેદાશ માટેના પૈસાની માંગણી કરે છે ત્યારે ખેડૂતોને કોર્ટમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

વર્ષો પહેલા કુટુંબના આયોજનમાં એક સુત્ર હતું અમે બે અમારા બે રાહુલના ભાષણની શરૂઆતથી જ શાસક પક્ષે હોબાળો મચાવ્યો હતો તેમના ભાષણ દરમિયાન અનેક વાર નારેબાજી થઇ હતી. પાછળથી અવાજો આવ્યા કે આ કોંગ્રેસની બેઠક નથી સ્પીકરે પણ રાહુલને ઘણી વખત ટોકતા કહ્યું હતુ કે તમે બજેટની ચર્ચા કરો, પરંતુ રાહુલ ખેડૂતોના મુદે બોલતા રહ્યા. રાહુલે કહ્યું 'અમે બે અને અમારા બે આ દેશને ચલાવીશુ. પ્રથમ વખત ભારતના ખેડૂતોને ભૂખથી મરવું પડશે. આ દેશ રોજગાર પેદા કરી શકશે નહીં. આ પહેલો પ્રયાસ નથી. વડાપ્રધાને આ કામ હમ દો હમારે દો માઠે પહેલા નોટબંધીમાં શરૂ કર્યું હતું. પહેલી ઇજા નોટબંધી હતી. પછી તે ઉદેશ હતો કે નોટ કાઢો અને અમે બે અમારા બે ના ખિસ્સામાં મૂકો દો.

(10:08 am IST)