Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓને વીણી-વીણીને સાફ કરી દેવાશે : અમિતભાઈ

બંગાળમાં હું મમતા સરકારને ઉખાડીને ફેંકી દેવા આવ્યો છું : જયાં સુધી હારશે નહીં ત્યાં સુધી બંગાળ આવતો રહીશ ગૃહમંત્રી અનોખા અંદાજમાં

કોલકત્તા,તા.૧૨:  પશ્ચિમ બંગાળના ઠાકુર નગર ખાતે ભારતીય જનતા પક્ષના ચોથા તબક્કાના પ્રચારનો પ્રારંભ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે ઓ મમતા દીદી, એપ્રિલ સુધી હજી સમય છે, હું વારંવાર આવીશ, તમે જયાં સુધી ચૂંટણી નહીં હારી જાવ ત્યાં સુધી આવતો રહીશ.

તેમણે કહ્યું કે ભારતીય જનતા પક્ષ હિંસાના દોરને રોકીને વિકાસનો નવો દોર પશ્ચિમ બંગાળમાં શરૂ કરવા જઈ રહેલ છે. અમે જે કહીએ છીએ તે કરીને જ રહીએ છીએ. અમિતભાઈ એ તેજતર્રાર અંદાજમાં કહ્યું હતું કે ભાજપના સાયબર યોદ્ઘાઓને હું કહેવા માગું છું કે આ લડાઈ ભાજપને મજબૂત કરવાની નથી, આ લડાઈ મમતા દીદીને ઉખાડીને ફેંકી દેવાની નથી, અમારી લડત પશ્યિમ બંગાળને સોનાર બાંગ્લા બનાવવાની લડાઈ છે.

અમિતભાઈ એ ફરી એકવાર કહ્યું હતું કે બંગાળમાં અમે અને ૨૦૦ થી વધુ બેઠકો સાથે સરકાર બનાવીશું. અમે બંગાળની સ્થિતિને બદલવા આવ્યા છીએ. મને સમજાતું નથી કે દીદી જયશ્રી રામના નારાજ શા માટે ગુસ્સે ભરાય છે ?જયશ્રીરામ એ તો તૃષ્ટિકરણની રાજનીતિના વિરોધમાં બંગાળના લોકોનો લલકાર છે. આ તો સંસ્કૃતિ અને ભાવનાઓનો સવાલ છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ એક અનોખા અંદાજમાં કહ્યું હતું કે પરિવર્તન યાત્રા એવું નામ રાખવા પાછળ ભાજપનો ઉદ્દેશ માત્ર મુખ્યમંત્રી, સત્તા પરિવર્તન કે કોઈ પ્રધાનોને બદલવાનો નથી. અમારો એજન્ડા બંગાળમાં જનમાનસમાં અત્યારે જે ચાલી રહ્યું છે તેને રોકવાનો અને પરિવર્તિત કરવાની ઈચ્છા જગાડવાનો છે. આ સ્થિતિમાં પરિવર્તન ત્યારે જ થાય છે જયારે જન-જનની અંદર ઈચ્છા અને આકાંક્ષાઓ જગાડીએ કે લોકશાહી રીતે જે કંઈ ખોટું ચાલી રહ્યું છે તેને રોકી એ અને કંઈક સારું અને કંઈક સારું કરીએ.

અમિતભાઈ એ કહ્યું કે ડાબેરી અને કોંગ્રેસ તથા અન્ય પક્ષોના ગઠબંધન સાથે અમારે કોઈ લેવાદેવા નથી, અમને પૂરો વિશ્વાસ છે કે અમે પૂર્ણ બહુમત સાથે પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવી રહ્યા છીએ . લોકસભામાં અમારા મત વધ્યા છે, ગત ચૂંટણીમાં પ્રજા દ્વિધામાં હતી કે ભાજપ જીતી શકશે કે નહીં જીતી શકે. પરંતુ આ વખતે અમને પાકો વિશ્વાસ છે કે ભાજપ જીતી રહી છે. હવે લોકો વિચારે છે કે ભાજપને ૨૦૦ થી વધુ બેઠકો મળશે..

અમિતભાઈ કહ્યું કે 'જય શ્રીરામ' એ ધાર્મિક લલકાર નથી, તે તો તૃષ્ટિગુણની વિરુદ્ઘ નું પ્રતિક છે. શું દુર્ગા પૂજા માટે કોર્ટના દરવાજા ખટખટાવવાપડશે? વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજા નહીં કરી શકીએ? રામનવમીના દિવસે શોભાયાત્રા નહીં કાઢી શકીએ? જયશ્રી રામ પરિવર્તનનો નારો છે. જય શ્રી રામને ધાર્મિક નારાના રૂપમાં દર્શાવવાનો પ્રયાસ જો તૃણમૂલ કોંગ્રેસ કરી રહી છે તો તે ખોટું છે.

અમિતભાઈ એ ખેડૂતોને આકર્ષતા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના ખેડૂતોને કહેવા માગું છું કે અમારી સરકાર બન્યા પછી અહીંના ખેડૂતોને તેમના બાકીના બાર હજાર રૂપિયા પણ દેશુ અને છ હજાર રૂપિયા નવો હપ્તો પણ આપીશું. સીએએ તો સંસદે જાતે બનાવેલ કાયદો છે. તેનો અમલ થવાનો છે અને શરણાર્થીઓને નાગરિકતા મળવાની છે.

તેમણે સ્પષ્ટ કહેવું બંગાળમાં મમતા સરકારને ઉખાડીને ફેંકી દેવા આવ્યો છું. અહીં ભાજપની સરકાર અત્યારે જ આવી શકશે જયારે તૃણમૂલ કોંગ્રેસની સરકારને ઉખાડીને ફેંકી દેવામાં આવે. મમતા જીની સરકાર બરાબર ચાલી નથી રહી. જનતા આ સરકારને ફગાવી દેશે. અમારે મમતા દીદી સાથે કોઈ કડવાશ નથી. પરંતુ તેમના રાજમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેનાથી તેમને ગુસ્સો આવતો હશે. ગુસ્સો આવે તો કોઈ શું કરી શકે?

તેમણે સ્પષ્ટ કહ્યુ હતું કે બંગાળમાં હવે તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ બચશે નહીં. ભાજપ સરકાર આવશે તો આ ગુંડાઓને પાતાળમાંથી પણ શોધી લાવશે. મારા કાર્યકર્તાઓની જેણે પણ હત્યા કરી હશે, કાનૂનના દાયરામાં તેને જેલની અંદર મૂકી દેવામાં આવશે.

અમિતભાઈ એ અંતમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હિંસાનો દોર રોકીને વિકાસનો નવો દોર પશ્ચિમ બંગાળમાં શરૂ કરવા જઇ રહી છે.

(10:05 am IST)