Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ટ્વીટરના અધિકારીઓની કેન્દ્ર દ્વારા ધરપકડના સંકેત

ખેડૂતોના નરસંહાર વાળા કન્ટેન્ટ દૂર કરવા આદેશ : આઈટી સચિવ અજય પ્રકાશ, ટ્વિટરના અધિકારીઓ મોનિક મેશે અને જિમ બેફરની વર્ચ્યુઅલ મુલાકાત

નવી દિલ્હી , તા. ૧૧ : કેન્દ્ર સરકારે ટ્વિટરને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેને જે તમામ એકાઉન્ટ્સનું લિસ્ટ સોંપવામાં આવ્યું છે, તેમને સેન્સર કરવા પડશે. આમ કરવાની સ્થિતિમાં તેના ટોચના અધિકારીઓની ધરપકડ થઈ શકે છે. સરકારે કહ્યું કે, ભડકાઉ કન્ટેન્ટવાળા ખાસ કરીને તેવા એકાઉન્ટ્સ જેમણે ખેડૂતોના નરસંહારવાળા હેશટેગ સાથે ટ્વીટ કર્યા હતા, તેના પર કોઈ વાતચીત થઈ શકે. સરકારે કહ્યું કે, આઈટી એક્ટની કલમ ૬૯એ હેઠળ સરકારના આદેશનં પાલન કરવાથી કંપનીના મનાઈ કરવા પર તેમની ધીરજ ખૂટી રહી છે.

અમેરિકન માઈક્રો-બ્લોગિંગ કંપનીએ સરકારના આદેશોને આંશિક રૂપથી લાગુ કર્યા હતા. સરકારની લિસ્ટમાંથી લગભગ અડધા એકાઉન્ટ્સ બ્લોક કરાયા છે. ભારત સરકારે જે વલણ દર્શાવ્યું છે તેને જોતા ટ્વિટરને હવે કોર્ટના દ્વાર ખખડાવવા પડી શકે છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, જે લોકોની અમે સેવા કરીએ છીએ, તેમના માટે અભિવ્યક્તિના અધિકારની રક્ષા કરીશું.

બુધવારે કેન્દ્રિય આઈટી સચિવ અજય પ્રકાશ સાહની અને ટ્વિટરના અધિકારીઓ મોનિક મેશે અને જિમ બેફરની વર્ચ્યુઅલ મુલાકાત થઈ હતી. સાહનીએ સ્પષ્ટ કરી દીધું કે વિવાદિત હેશટેગનો ઉપયોગ તો પત્રકારની સ્વતંત્રતા હતી, અને ના તો અભિવ્યક્તિની સ્વતંત્રતા, કારણ કે આવું બિન જવાબદાર કન્ટેન્ટ ભડકાવી શકે છે સ્થિતિને 'વધારે ગંભીર' બનાવી શકે છે. સાહનીએ વાત પર નાખુશી વ્યક્ત કરી છે અને ટ્વિટર કેપિટલ હિલ અને લાલ કિલ્લા પર થયેલી ઘટનાઓના સંદર્ભમાં પોતાનો અલગ-અલગ મત રાખ્યો છે.

સરકાર સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું, ટ્વિટરને આદેશોનું પાલન કરવું પડશે. વાતચીતનો વિષય નથી. દેશનો કાયદો છે અને જો કોઈને અમારી કાર્યવાહીથી પરેશાની છે તો તમે કાયદાનો રસ્તો વાપરવા માટે સ્વતંત્ર છો. કેન્દ્રને લાગે છે કે ટ્વિટરે તરત તેના આદેશો માનવા જોઈએ. સૂત્રોએ કહ્યું કે, જો કે ખચકાટ અનુભવતા અથવા અનિચ્છા દર્શાવતા આમ કરે છે અથવા આદેશ માનવામાં ૧૦-૧૨ દિવસ લગાવે છે તો તેને પાલન કર્યું કહી શકાય.

(12:00 am IST)