Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ટ્રેકટર રેલી દરમિયાન 25 વર્ષના આશાસ્પદ યુવાનના મોત મામલે દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન દાખલ : પોલીસ અકસ્માતથી અવસાન થયાનું જણાવે છે પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બંદૂકની ગોળીના નિશાન જોવા મળ્યા છે : મૃતક પૌત્ર નાવરિત સિંઘના દાદા હરપ્રીત સિંઘએ કરેલી રજુઆતના આધારે પોલીસને સ્ટેટ્સ રિપોર્ટ આપવાનો નામદાર કોર્ટનો આદેશ

ન્યુદિલ્હી : 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાયેલી ટ્રેકટર રેલી દરમિયાન એક  25 વર્ષના આશાસ્પદ યુવાન નાવરિત સિંઘનું મૃત્યુ થયું હતું.જે પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ અકસ્માતના કારણે થયું હતું. જેના અનુસંધાને મૃતક પૌત્રના દાદા હરપ્રીત સિંઘએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

પિટિશનમાં કરાયેલી રજુઆત મુજબ પોલીસ સૂત્રો અકસ્માતથી  અવસાન થયાનું જણાવે છે.પરંતુ નજરે જોનાર બે સાક્ષીઓના નિવેદન તથા પોસ્ટ મોર્ટમ રિપોર્ટને ધ્યાને લેતા યુવાનનું મૃત્યુ ગોળી વાગવાથી થયું હતું.

ઉપરોક્ત પિટિશનને ધ્યાને લઇ જસ્ટિસ શ્રી યોગેશ ખન્નાની સિંગલ જજની બેન્ચે પોલીસ ડિપાર્ટમેન્ટને સ્ટેટ્સ રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે.તેમજ ઉત્તર પ્રદેશના રામપુર ડીસ્ટ્રીકટ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર , તથા બિલાસપુર પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે મૃતકના દાદાએ કરેલી રજુઆત મુજબ ' મેં મારો યુવાન પૌત્ર ગુમાવ્યો છે.તેનું મૃત્યુ કઈ રીતે થયું તે જાણવાનો મારો અધિકાર છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)