Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરનું અંગત ટોયલેટ સીટ 18,750 ડોલરમાં થયું નીલામ

હિટલરની પત્ની ઇવાની પિંક કલરની નાઇટી પણ નિલામ :ખરીદદારે તેને માટે 1,750 ડોલરની બોલી લગાવી

જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરનું અંગત ટોયલેટ સીટ 18,750 ડોલર એટલે કે 13,65,000 રૂપિયામાં નિલામ થયું છે, બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન એક અમેરિકન સૈનિક રેગનવાલ્ડ સી બોર્ચએ સરમુખત્યાર એડોલ્ફ હિટલરની આ સીટ લૂંટી લીધી હતી.

હિટલરનાં ગુપ્ત બંકર પર હુમલો કર્યો ત્યારે અમેરિકાનાં સિનિયર સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે અહીંથી જે પણ ઉઠાવી શકો તે ઉઠાવી લો, અમેરિકાનાં સૈનિકે આ સીટને ન્યુ જર્સી સ્થિત તેના ઘરમાં રાખ્યું હતું, અને બેઝમેન્ટમાં તેને ડિસ્પ્લેમાં રાખ્યું હતું.

હિટલરની પત્ની ઇવાની પિંક કલરની નાઇટી પણ નિલામ થઇ છે, ખરીદદારે તેને માટે 1,750 ડોલરની બોલી લગાવી હતી, નિલામી પ્રક્રિયા સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું કે આખરે તાનાશાહ સાથે શું ખરાબ થઇ શકે છે, કે તેની ટોયલેટ સીટ સુધી નિલામ થઇ ગઇ અને તેમની પત્નીનાં કપડાં પણ લોકોએ બોલી લગાવીને ખરીદી.

તે ઉપરાંત હિટલરનું હેયર બ્રસ અને હિટલરનાં 4 દુર્લભ વાળ પણ નિલામ કરાયા છે, આ વાળને હેઅર બ્રશમાંથી કાઢવામાં આવ્યા હતાં, તેના માટે 1650 પાઉન્ડ મળ્યા છે. તે ઉપરાંત જર્મન તાનાશાહનાં શેવિંગ મગ અને અન્ય ચીજોને પણ નિલામ કરવામાં આવી છે.

(12:34 am IST)