Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વાયુસેનાનું ચિનૂક હેલિકોપ્ટર પહોંચ્યું ચમોલી :બચાવ કામગીરી ઝડપી બનશે

એક ડિગિંગ મશીનને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ચામોલી લઈ જવામાં આવ્યું

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં દુર્ઘટના બાદ બચાવ કામગીરી હાથ ધરી છે. અત્યાર સુધીમાં 35 મૃતદેહ મળી આવ્યાં છે અને હજી પણ ઘણા લોકો ગુમ છે. રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે તૈનાત કરવામાં આવ્યું છે.

ચિનૂક હેલિકોપ્ટર ભારે માલસામાન લઈ જવામાં સક્ષમ છે. એક ડિગિંગ મશીનને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ચામોલી લઈ જવામાં આવ્યું છે. ચમોલીમાં રાહત અને બચાવ કામગીરી કરી રહેલા NDRF અને SDRF માટે ચિનૂક હેલિકોપ્ટર 1,400 કિલો વજન અને 14 લોકો સાથે ચમોલી પહોંચ્યું હતું. આ ઉપરાંત ચિનૂક હેલિકોપ્ટર BROના 5 અધિકારીઓ અને 3 ટન વજન લઈ ચમોલી પહોંચ્યું હતું

(12:00 am IST)