Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

2020 ની સાલના કપરા સમયમાંથી પસાર થયા બાદ 2021 ની સાલમાં તમારું શું સ્વપ્ન છે ? : યુ.એસ.માં બાળવયથી 12 મા ગ્રેડ સુધીના એશિયન અમેરિકન સ્ટુડન્ટ્સ માટે કલા સ્પર્ધા : AACI તથા NBC બે એરિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્પર્ધામાં નિબંધ તથા વિડિઓ મોકલી ઇનામો જીતવાની તક : એન્ટ્રી મોકલવા માટેની છેલ્લી તારીખ 2 એપ્રિલ 2021

કેલિફોર્નિયા : યુ.એસ.માં વસતા એશિયન અમેરિકન પરિવારોના બાળવયથી 12 મા ધોરણમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ માટે કલા સ્પર્ધાનું આયોજન કરાયું છે.જેનો હેતુ નવી પેઢીના સ્વપ્નોને વાચા આપવાનો છે.
AACI તથા NBC બે એરિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત  સ્પર્ધામાં નિબંધ તથા વિડિઓ મોકલી ઇનામો જીતી શકાશે .

છેલ્લા 26 વર્ષથી યોજાતી આ સ્પર્ધામાં સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયાના બે એરિયા જેવા કે સાન્ટા ક્લારા ,સાન ફ્રાન્સિસ્કો ,કોન્ટ્રા કોસ્ટા ,મેરિન ,સોનોમા ,સોલનો ,નાપા ,અલમેડ઼ા ,અથવા સાન માટો કાઉન્ટીના સ્ટુડન્ટ્સ ભાગ લઇ શકશે. જે માટેનું આ વર્ષનું સૂત્ર ' ધીસ ઇસ માય ટાઈમ ' છે.

સ્પર્ધા માટેના વિષયોમાં 2020 ની સાલનો મારો અનુભવ ,2021 ની સાલ માટેનું મારુ સ્વપ્ન ,હું મારા પરિવાર તથા સમાજ માટે શું કરવા માંગુ છું સહિતના વિષયોનો સમાવેશ કરાયો છે.એન્ટ્રી મોકલવા માટેની છેલ્લી તારીખ 2 એપ્રિલ 2021  રાખવામાં આવી છે.

સ્પર્ધામાં પ્રથમ વિજેતા માટે એક હજાર ડોલરનું ગ્રાન્ડ ઇનામ રાખવામાં આવ્યું છે.તથા બાકીના 9 માટે બેસ્ટ ઈન ક્લાસ  પાંચસો ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું છે.વિશેષ વિગત  aaci.org/guaa. દ્વારા મેળવી શકાશે તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:05 pm IST)