Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

આપના 45 અને ભાજપના 7 ધારાસભ્યો કરોડોના માલીક :આપના ધર્મપાલ સૌથી વધુ સંપત્તિવાન : સૌથી ઓછી 76000ની સંપત્તિ મંગોલપુરીના ધારાસભ્ય રાખી બીડલાની છે

 

નવી દિલ્હી : એડીઆરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આપના 45 અને ભાજપના 7 ધારાસભ્યોએ એક-એક કરોડ રૂપિયાથી વધુની સંપત્તિની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યોમાંથી પ્રત્યેકની સરેરાશ સંપત્તિ 14.96 કરોડ રૂપિયા છે. તો ભાજપના 8 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 9.10 કરોડ રૂપિયા છે.

મુંડકા સીટથી જીત મેળવનાર આપના ધારાસભ્ય ધર્મપાલ લાકડાની પાસે 292 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે અને નવી વિધાનસભામાં તે સૌથી ધનવાન ધારાસભ્ય છે. લાકડા બાદ આરકે પુરમના ધારાસભ્ય પ્રમિલા ટોકસનો નંબર આવે છે તેમની કુલ સંપત્તિ 80 કરોડ રૂપિયા છે.

ત્યારબાદ પટેલ નગરના ધારાસભ્ય રાજ કુમાર આનંદનો નંબર આવે છે, જેમની સંપત્તિ 78 કરોડ રૂપિયા છે. 70 ધારાસભ્યોમાંથી સૌથી ઓછી 76000ની સંપત્તિ મંગોલપુરીના ધારાસભ્ય રાખી બિરલાની છે

(12:26 am IST)