Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

મહારાષ્ટ્રની બધી કોલેજોમાં ૧૯ ફેબ્રુઆરીથી રાષ્ટ્રગીત ગાવું અનિવાર્યઃ સ્કૂલોમાં ધોરણ ૧૦ સુધી મરાઠી ભાષાનો અભ્યાસ અનિવાર્ય

       મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેએ નવું એલાન કર્યુ છે કે મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતએ બતાવ્યું કે ૧૯ ફેબ્રુઆરીથી રાજયની બધી કોલેજોમાં રાષ્ટ્રગીત ગાવું અનિવાર્ય થશે. ટેકનીકલ અને ઉચ્ચ શિક્ષા મંત્રી સામંતએ કહ્યું કે રાજય સરકાર એ અધિસૂચના જારી કરી બધી કોલેજોમાં ૧૯ ફેબ્રુ. (છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ) થી પોતાનુ કાર્ય રાષ્ટ્રગાન સાથે શરૂ કરવા માટે કહેશે.

        સામંતએ અહીં સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા કહ્યું અમે રાષ્ટ્રગાનને લઇ થોડા દિવસો પહેલા આ નિર્ણય લીધો હતો. નિર્ણય અનુસાર રાજયની કોલેજોમા કામકાજ રાષ્ટ્રગાન સાથે શરૂ થશે. કોલેજોમા રાષ્ટ્રગાન અનિવાર્ય કરવાનો આ નિર્ણય સર્વ સંમતિથી લેવામાં આવ્યો છે.  આને પ્રભાવી બનાવવાને લઇ એક અધિસૂચના જારી કરવામા  આવશે. ગયા મહિને ર૬ જાન્યુ. ના શિવસેના સરકારએ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સવારની સભા દરમ્યાન બંધારણની પ્રસ્તાવના ભણવી અનિવાર્ય કરી હતી.

        મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારેરાજયની બધી સ્કૂલોમા ધોરણ ૧૦ સુધી મરાઠી ભાષાનો અભ્યાસ અનિવાર્ય બનાવવા માટે આગામી વિધાનસભા સત્રમાં  એક ખરડો લાવશે. મરાઠી ભાષાના મંત્રી સુભાષ દેસાઇએ બુધવારના બતાવ્યું કે ખરડાનો મુસદો તૈયાર થઇ રહ્યો છે. ર૪ ફેબ્રુ. થી શરૂ થઇ રહેલ વિધાનસભા સત્રમા રજુ કરવામા આવશે.

(10:04 pm IST)