Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

બે ગ્રામથી હળવા દાગીના પર જરૂરી નથી હોલમાર્ક

કાનપુર, તા. ૧ર :  હોલમાર્ક અંગેનો સંશય હવે દુર કરાયો છે. એની અનિવાર્યતા બાબતે ગેઝેટ બહાર પાડી દેવાયું છે જે ૧પ જાન્યુઆરી-ર૦ર૧ થી લાગુ થઇ જશે. આ તારીખ પછીથી ફકત ૩ કેરેટની જવેલરીને જ માન્યતા મળશે એટલે કે ૧૪,૧૮ અને રર કેરેટ બે ગ્રામથી હળવી જવેલરી અને ર૪ કેરેટ સોનાને હોલમાર્કમાંથી બહાર રખાયા છે.

ખાસ વાત એ છે કે હોલમાર્કને જીએસટી સાથે જોડી દેવાયું છે. ભારતીય માનક બ્યુરોના અધિકારીઓને સોની બજારના સ્ટોક રજીસ્ટર અને જીએસટી રીટર્ન તપાસવાના અધિકારો અપાયા છે. તેનાથી એ જાણાવ મળશે કે વેપારીએ કુલ કેટલા દાગીના વેચ્યા. હોલ માર્ક સેન્ટરમાં આવનારા આભૂષણોની લેવડ-દેવડ ઓનલાઇન કરવામાં આવશે. પછી તેને વેપારીના સ્ટોક રજીસ્ટર અને હોલમાર્ક સેન્ટર સાથે ઓનલાઇન કરાશે. આના માટે હોલ માર્ક સેન્ટર દર મહિને હોલ માર્કિંગ ડેટા બીઆઇએસને મોકલશે. કોઇપણ વેપારી પોતાના નજીકના સેન્ટરમાંથી વરસ દરમ્યાન કરાવેલ કુલ હોલમાર્કીંગના આંકડાઓ લઇ શકશે.

સમયાંતરે બીઆઇએસ અધિકારી સોની બજારની દુકાનોમાં જશે અને ગ્રાહક બીનને સેમ્પલ માટે ઘરેણા ખરીદશે અને તેની તપાસ પણ કરવામાં આવશે. જો નાની મોટી ગડબડ જોવા મળશે તો જવેલર સામે કારણદર્શક નોટીસ આપવામાં આવશે. જો હોલ માર્કમાં ગડબડનો કેસ મોટો હશે તો તે દુકાનનું બીઆઇએસ લાઇસન્સ રદ કરવામાં આવશે. આવા કેસમાંૈ વેપારીને પોતાનો જુનો સ્ટોક વેચવા માટે ત્રણ મહિનાનો સમય આવશે. પછી દુકાન કાયમ માટે બંધ કરાવી દેવાશે. ઘરેણામાં ઇરીડીયમ, રૂથનિયમ, કેડમિયમ વગેરે જોવા મળશે તો હોલમાર્ક સેન્ટર ઘરેણાને રિજેકટ કરી દેશે. આવા મિલાવટ વાળા ઘરેણાને વેચવા પ્રતિબંધિત થશે.

(4:23 pm IST)