Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

બે વર્ષમાં NDAએ ૬ રાજયોમાં સત્તા ગુમાવીઃ દિલ્હીએ વધાર્યું બીજેપીનું ટેન્શન

દેશની રાજધાની હોવાના નાતે દિલ્હીની હારની અસર વધારે મોટી છે

નવી દિલ્હી,તા.૧૨:  દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર જીત થઈ છે. આ પરિણામોએ બીજેપીનું ટેન્શન વધારી દીધું છે. દેશની રાજધાનીની વિધાનસભામાં સત્ત્।ાની ચાવી બીજેપી પોતાની પાસે રાખવા માંગતી હતી પણ તેને સફળતા મળી નથી. ૭૦ સીટો વાળી વિધાનસભા સીટમાં બીજેપી ડબલ ફિગર સુધી પણ પહોંચી શકી નથી. તે ૩ થી વધીને ૮ સીટો પર પહોંચી છે. લોકસભા ચૂંટણી -૨૦૧૯ પછી અત્યાર સુધી વિધાનસભા ચૂંટણીમાં ફકત હરિયાણામાં બીજેપી જેવી-તેવી રીતે જીતી છે. બાકી બધા રાજયો તેના હાથમાંથી નિકળી ગયા છે.

જો છેલ્લા બે વર્ષમાં નજર કરવામાં આવે તો બીજેપી અને એનડીએ હાથમાંથી છ રાજય એક-એક કરીને નિકળી ગયા છે. લોકસભા પહેલા ચાર રાજયોમાં ચૂંટણી થઈ હતી. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્ત્।ીસગઢ અને મિઝોરમ. જેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્ત્।ીસગઢ બીજેપીના હાથમાંથી સરકી ગયા હતા. લોકસભા ચૂંટણીમાં અન્ય એક રાજયમાં એનડીએ બહાર થયું હતું. આંધ્ર પ્રદેશમાં બીજેપી તેલુગુ દેશમ સાથે સત્ત્।ામાં હતી પણ ચૂંટણી પહેલા ટીડીપીએ બીજેપીનો સાથ છોડી દીધો હતો. વિધાનસભામાં આંધ્ર પ્રદેશની સત્ત્।ામાંથી બીજેપીની સાથે ટીડીપી પણ બહાર થઈ ગઈ છે.

લોકસભા ચૂંટણી પછી થયેલા મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં બીજેપીને હરિયાણામાં માંડ-માંડ જીત મળી હતી. મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનીને પણ તેને વિપક્ષમાં બેસવું પડ્યું છે. આ રીતે અન્ય એક રાજય ગુમાવવા પડ્યું છે. આ પછી ઝારખંડમાં પણ ભાજપનો પરાજય થયો છે.

દિલ્હીમાં પણ ભાજપનો મોટો પરાજય થયો છે. દેશની રાજધાની હોવાના નાતે દિલ્હીની હારની અસર વધારે મોટી છે. બીજેપી આ વાતને સમજતી હતી જેથી આમ આદમી પાર્ટી મજબૂત હોવા છતા પોતાની બધાની તાકાત લગાવી દીધી હતી. જોકે આપે ૬૨ સીટો જીતીને ફરી ધમાકેદાર જીત મેળવી છે. જો આપણે બે વર્ષ પહેલાની વાત કરીએ તો ડિસેમ્બર ૨૦૧૭માં ભાજપા અને તેના સહયોગી દળોની ૧૯ રાજયોમાં સરકાર હતી.

(1:55 pm IST)