Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

મુંબઇની સડકો પર દોડી વિન્ટેજ કાર્સ

ગઇ કાલે વિન્ટેજ એન્ડ કલાસિક કાર કલબ ઓફ ઇન્ડિયા દ્વારા મુંબઇમાં વિન્ટેજ કાર રેલીનું આયોજન થયું હતું. દર વર્ષે આ રેલી ફેબ્રુઆરી મહિનાના બીજા રવિવારે થાય છે. હોર્નિમન સર્કલથી શરૂ થયેલી આ રેલી રીગલ સિનેમા, કોલાબા, મરીન ડ્રાઇવ, પેડર રોડ, હાજીઅલી, વરલી સીફેસ, સી-લિન્ક, લીલાવતી હિલ રોડ થઇને બાંદરા-કુર્લા કોમ્પ્લેકસ પર આવીને પુરી થઇ હતી. ૧૯૦૩ થી ૧૯૮૦ ના સમયની રોલ્સ-રોયસ, બેન્ટ્લી હમ્બર, ડેઇમર, ફોર્ડ જેવી લગભગ ર૩૦ કાર રસ્તા પર નીકળી પડી હતી.

(10:32 am IST)