Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

વિમો લીધાના ૯૦ દિવસની અંદર પોલીસીધારકનું મોત થાય તો પણ તેને કલેઇમની રકમ મળી શકે

રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચનો મહત્વનો ચુકાદોઃ વિમા કંપનીને કલેઇમની રકમનું ચુકવણુ વ્યાજ સાથે કરવા આદેશ

નવી દિલ્હી તા.૧ર : જીવન વિમાના ગ્રાહકો માટે સારા સમાચાર છે. જો પોલીસીધારકનું પોલીસી ખરીદવાના ૯૦ દિવસની અંદર હોત થઇ જાય તો પણ વિમા કંપની નિશ્ચિત રકમ (સમ-એસ્યોર્ડ)નું ચુકવણુ કરવાનો ઇન્કાર કરી ન શકે. રાષ્ટ્રીય ગ્રાહક નિવારણ પંચે એક મામલામાં વિમા કંપનીને આદેશ આપ્યો છે તે મૃતક પોલીસીધારકના પરિવારને ૯ ટકાના વ્યાજ સાથે ર.પ૦ લાખ રૂપિયાની રકમનું ચુકવણુ કરી દયે. આ મામલામાં પોલીસીધારકનું મોત પોલીસી ખરીદ્યાના ૯૦ દિવસની અંદર થયુ હતુ.

આ મામલો પંજાબના ફાઝીલ્કાના કુલવીન્દર સિંહનો છે તેમણે ર૬મી મે ર૦૧૦ના રોજ એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્સ્યુરન્સથી એક વિમા પોલીસી ખરીદી હતી. તેમણે પ્રિમિયમ તરીકે ૪પ૯૯૯ રૂ. ચુકવ્યા હતા.  એ જ વર્ષે રપ ઓગષ્ટના રોજ હાર્ટએટેકથી તેનુ મોત થયુ હતુ. પરિવારે જયારે વિમા કંપની પાસે કલેઇમ કર્યો તો કંપનીએ માત્ર પ્રિમિયમ જ પરત કર્યુ. જસ્ટીસ એસ.શ્રીશાની સીંગલ જ્જવાળી બેન્ચે ર૭મી જુન ર૦૧રના રોજ ઇરડા દ્વારા જારી આદેશનો હવાલો આપી વિમા કંપનીને પુરી રકમ આપવા કહ્યુ હતુ. ઇરડાનો એ આદેશ આ વિમા કંપની માટે પણ હતો.

રાષ્ટ્રીય ગ્રાહક પંચે કહ્યુ છે કે વિમા કંપનીઓ ૯૦ દિવસનો વેઇટીંગ પીરીયડ રાખી ન શકે તેના અવેજમાં કલેઇમને ફગાવી ન દઇ શકાય. ઇરડાએ આ કંપની પર ૯૦ દિવસના વેઇટીંગ પીરીયડની આડમાં ર૧ કલેઇમ રીજેકટ કરવા માટે ૧ કરોડનો દંડ પણ ઠોકયો હતો.

(10:25 am IST)